સરકારના અધિકારથી કરેલા નકશા કે પ્લાન વિશે માની લેવા બાબત
કેન્દ્ર સરકાર અથવા કોઇ રાજય સરકારના અધિકારથી બનાવેલા હોવાનું અભિપ્રેત થતું હોય એવા નકશા અથવા પ્લાનો એ રીતે બનાવેલા છે અને ભૂલ વગરના છે એમ કોટૅ માની લેવું જોઇશે પણ કોઇ પ્રયોજન માટે કરેલા નકશા અને પ્લાનો ભૂલ વગરના છે એમ સાબિત કરવું પડશે. ઉદ્દેશ્યઃ- અહિં બે બાબતો છે. પહેલી બાબત તો એ છે કે કેન્દ્ર કે કોઇ રાજય સરકારના અધીકારથી જે નકશા અને પ્લાનો બનાવવાનુ દશૅ વેલુ હોય તે સાચા છે તેમ કોટૅ માની લેવું જોઇશે. બીજી બાબત કોઇ ચોકકસ હેતુ માટે આવા નકશા કે પ્લાનો બનાવ્યા હોય પરંતુ તેમા કેન્દ્ર કે રાજય સરકારનો અધિકાર ન હોય તો આ નકશા કે પ્લાનો સાબિત કરવા પડશે. ટિપ્પણીઃ- નકશા ચાટૅસ અને પ્લાન્સની પ્રસ્તુતતા માટે અગાઉ કલમ ૩૬માં ખાસ રીતે ચચૅ કરી છે. અહી આ કલમમાં જેની ચચૅ છે તે નકશા કે પ્લાનની ચોકકસતાની સાબિતી અંગેની છે. આ કલમમાં સ્પષ્ટતા કરેલી છે. કે કેન્દ્ર સરકાર કે કોઇ રાજય સરકારના અધિકારથી આવા નકશા કે પ્લાન બનાવવામાં આવ્યા હોય તો કોટૅ આ નકશા ચોકકસ અને ખરા છે તેમ માની જ લેવાનું હોય છે પરંતુ તે સિવાયના કોઇ નકશા કે પ્લાન બનાવવામાં આવ્યા હોય અને ભલે તે કોઇ અન્ય કલમ દ્રારા પ્રસ્તુત હોય તો પણ તે બીજો કોઇ દસ્તાવેજની માફક સાબિત કરવાનો થાય છે.
Copyright©2023 - HelpLaw