કાયદા અને નિર્ણયોના રિપોર્ટના સંગ્રહો વિશે માની લેવા બાબત - કલમ:૮૪

કાયદા અને નિર્ણયોના રિપોર્ટના સંગ્રહો વિશે માની લેવા બાબત

કોઇ દેશની સરકારના અધીકારથી છપાયાનું અથવા પ્રસિધ્ધ થયાનું અને જેમા તે દેશનો કોઇ પણ કાયદો હોવાનું અભિપ્રેત થતું હોય તેવા દરેક પુસ્તકનું અને જેમા તે દેશની અદાલતના નિણૅયોના રીપોટૅ હોવાનું અભિપ્રેત થતું હોય દરેક પુસ્તક ખરૂ હોવાનું કોટૅ માની લેવું જોઇશે. ઉદ્દેશ્ય આ ક્લમમાં કોઇપણ દેશના અધિકારી કાયદા બાબતેનું પુસ્તક અને જેમાં જે તે દેશની કોર્ટના નિણૅયો છપાયા હોય તેવું પુસ્તક સાચું છે તેવુ માની લેવું જોઇશે અને નિણૅયો કેવી રીતે કરવામાં આવ્યા તે બાબતો માટે સમય ન ગુમાવવાનો આ કલમનો ઉદ્દેશ્ય છે. ટિપ્પણીઃ- આ કલમમાં કોઇપણ દેશના છપાયેલા પુસ્તકના રૂપમાં કાયદાઓ અને જે તે દેશના કોટૅના નિર્ણયો ખરા છે તેવું આ કલમમાં માની લેવાનું છે આ કલમમાં આવા કાયદાઓ કે કોર્ટના નિર્ણયોને સાબિત કરવાનું રહેતું નથી. આ ક્લમ જો વિરૂધ્ધનું કોઇ મટેરીયલ (બાબત) મળે તો તે નકારી શકાય તેવી આ કલમ છે મતલબ કે માની લેવાની બાબત તે છેવટની નિણૉયક નથી. આ કલમ પ્રસ્તુતા બાબતેની ચર્ચા કરતી નથી. તેની ચર્ચા અગાઉ કલમ ૩૮માં કરેલી છે. કોઇપણ દેશ (એની કન્ટ્રી) માં આપણો ભારત દેશ પણ આવી જાય છે. કલમ ૫૭ પ્રમાણે આ કલમમાં દશૅ।વેલા કાયદા અને નિણૅયોની કોટૅ જયુડીશીયલ નોટિસ (ન્યાયિક પરખ) લઇ શકે છે. કલમ ૭૪ પ્રમાણે જેને દેશના કાયદાને જાહેર સાબિત કરવાની રીત બતાવી છે ઇંડીયન લો રીપોટૅ એકટ (૧૮ ઓફ ૧૮૭૫) માં અધિકૃત રિપોટૅ કે જે પુરસ્તકના રૂપમાં હોય તેની ચચૅ ૧ કરવામાં આવી છે.