
પાવર ઓફ એટની વિશે માની લેવા બાબત
પાવર ઓફ એટની હોવાનું અને કોઇ નોટરી પબ્લિક અથવા કોઇ અદાલત ન્યાયાધીશ કેજીસ્ટ્રેટ ભારતના કોન્સલ કે વાઇસ કોન્સલ અથવા કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ કરેલો હોવાનું અને તેમણે પ્રમાણિત કરેલા હોવાનુ અભિપ્રેત હોય તેવો દરેક દસ્તાવેજ એ રીતે થયાનું અને પ્રમાણિત થયાનું કોર્ટ માની લેવું જોઇશે ઉદ્દેશ્ય આ કલમમાં મુખત્યારનામું કોટૅ માની લેવા બાબતેનું છે. આમાં બે શરતો છે. (૧) આ મુખત્યારનામું નોટરી પબ્લીક કોટૅ મેજીસ્ટ્રેટ કૈાંસલ વાઇસ કૈાશલ કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સમક્ષ બનાવ્યાનું હોવું જોઇએ અને (૨) અને આ મુખત્યારનામું એમના દ્રારા અધિકૃત કરાયું હોવું જોઇએ. ટિપ્પણીઃ- આ કલમમાં જે મુખત્યારનામું નોટરી પબ્લિક કોટૅ મેજીસ્ટેટ વગેરે સમક્ષ બનાવાનું અને અધિકૃત કરવાનું જણાવેલું છે તે બાબત પ્રાથમિક રીતે આ મુખત્યારનામું ખરેખર બનાવેલુ છે અને અધિકૃત થયેલુ છે તે બતાવવા માટે છે. મુખત્યારનામાની વ્યાખ્યા આ કલમ કરતી નથી, મુખત્યારનામામાં એક વ્યકિત બીજી વ્યકિતને તેને બદલે તેના કામ કરવાની સતા આપે છે. કલમ ૪ પાવસૅ ઓફ એટોની એકટ ૧૮૮૨માં એવુ પ્રાવધાન કરેલું છે કે આ પાવર્સ ઓફ એટોની હાઇકોટૅ સમક્ષ તેની ખરાઇ માટે રજૂ કરવું અને તેની પ્રમાણિત નકલ જો રજૂ કરવામાં આવે તો તે મુખત્યારનામાની વિગતનો પુરતો પુરાવો બને છે. કલમ ૮૫નો શબ્દ અધીકૃતતા એ બનાવે છે કે જે વ્યક્તિએ અધિકૃતતા આપી છે તેણે આ મુખત્યાર બનાવનારની ઓળખ બાબતેની ચોકસાઇ કરેલી છે અને મુખત્યારનામું કઇ બાબતેનું બનાવેલુ છે તે પણ ચોકકસ કરેલું છે.
Copyright©2023 - HelpLaw