ઇલેકટ્રોનિક સમજૂતી સંબંધી માની લેવા બાબત - કલમ:૮૫(એ)

ઇલેકટ્રોનિક સમજૂતી સંબંધી માની લેવા બાબત

પક્ષકારોની ઇલેકટ્રોનિક સિગ્નેચરવાળો સમજૂતી તરીકે અભિપ્રેત હોય તેવું દરેક ઇલેકટ્રોનિક રેકોડૅ પક્ષકારોની ઇલેકટ્રોનિક સિગ્નેચર લગાડીને એવી રીતે થયો હોવાનું ન્યાયાલયે માની લેવું જોઇશે. ટિપ્પણી સામાન્ય રીતે બે પક્ષકારો જયારે કોઇ કરાર કરે છે. ત્યારે આ સમજૂતી બાબતે તેઓ દસ્તાવેજ લખાવે છે અને પછી નીચે આ અંગે બંને પક્ષકારો સહીઓ કરે છે ત્યારે આ સમજૂતી પૂરી થઇ ગયેલી છે એમ ગણાય છે. આજ બાબત સામાન્ય રેકડૅની જગાએ ઇલેકટ્રોનીક રેકડૅથી આવો દસ્તાવેજ નિર્માણ કરાય છે. અને આ નિર્માણ કરાયેલા ઇલેક્ટ્રોનીક રેકર્ડ ઉપર પક્ષકારો તેમની ડીઝીટલ સીગ્નેચરો લગાવે છે ત્યારે આ જે કરાર બને છે તે ઇલેક્ટ્રોનીક કરાર કહેવાય છે. આમ ઇલેકટ્રોનીક કરારમાં સામાન્ય લખાણની જગાએ ઇલેકટ્રોનીક રેકર્ડનું નિર્માણ થાય છે. અને સ્યાહી વડે સહી કર્યું । વગર અહીં ડીઝીટલ સીગ્નેચર લગાવવામાં આવે છે અને ઇલેક્ટ્રોનિક કરાર પૂરો થયેલો ગણવામાં આવે છે. આગળ જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનીક રેકર્ડ – એટલે સ્વીકૃતિ માહિતી (ડેટા) ર કર્યું કે માહિતી નિર્માણ છબી (ઇમેજ) અથવા સંગ્રહાયેલો અવાજ જે માઇકોફીલ્મ અથવા કોમ્પ્યુગર નિર્મિત માઇક્રોફીક્વ જેવા ઇલેકટ્રોનીક માધ્યમ દ્રારા સ્વીકારેલ હોય કે મોકલેલ હોય. તેવી જ રીતે – ડીઝીટલ સીગ્નેચર એટલે અસમરૂપ સંકેતલેખ માં સીગ્નેચરથી મોકલાયેલો સંદેશો કે દસ્તાવેજ જે વ્યકિત આ મેળવે છે તેને ભરોસો આપે છે કે આ સંદેશો કે દસ્તાવેજ જે વ્યકિત દ્રારા મોકલાવવો જોઇતો હતો તેજ વ્યકિત દ્રારા મોકલવામાં આવ્યો છે. એટલે આ રીતે ઇલેકટ્રોનીક રેકડૅ દ્રારા નિમૅ પણ કરેલી સમજૂતી અને આ સમજૂતી ઉપર આંકડાકીય સહીઓ જો બંને પક્ષકારો એ ચોઢેલી હોય તો કોર્ટ માની લેશે કે આવી સમજૂતી થઇ ગયેલી છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે ડીઝીટલ સીગ્નેચરનો સીક્યોર કરવાની બાબતે કે ડીઝીટલ સીગ્નેચર ને સાબિત કરવાની બાબત આ કલમમાં આવતું નથી.