ઇલેકટ્રોનિક રેકોડૅ અને ઇલેકટ્રોનિક સિગ્નેચર સંબંધી માની લેવા બાબત - કલમ:૮૫(બી)

ઇલેકટ્રોનિક રેકોડૅ અને ઇલેકટ્રોનિક સિગ્નેચર સંબંધી માની લેવા બાબત

(૧) કોઇ કાયૅરીતિ કે જેમા સીકયોર ઇલેકટ્રોનીક રેકડૅની બાબત સમાવિષ્ટ હોય તોઆ સીકયોર ઇલેકટ્રોનીક રેકડૅ જે સમયથી તેને સીકયોર નો દરજજો આળ્યો હોય ત્યાર પછી તેમા કોઇ ફેરફાર થયો નથી એવું કોટૅ માની લેશે સિવાય કે કંઇ વિરૂધ્ધનુ સાબિત કરાયુ હોય (૨) નિશ્ર્વિત ઇલેકટ્રોનિક સિગ્નેચરવાળી કોઇપણ કાયૅવાહીમાં ન્યાયાલયે વિરૂધ્ધનુ સાબિત થાય તે સિવાય એવું માની લેવું જોઇશે કે (એ) ઇલેકટ્રોનિક રેકોડૅમાં સહી કરવાના અથવા માન્ય કરવાના ઇરાદાથી સહી કરનારે નિશ્ર્વિત ઇલેકટ્રોનિક સિગ્નેચર લાગડી છે. (બી) નિશ્ર્વિત ઇલેકટ્રોનિક રેકોડૅ અથવા નિશ્ર્વિત ઇલેકટ્રોનિક સિગ્નેચરની બાબતમાં હોય તે સિવાય આ કલમમાંનો કોઇ પણ મજકુર ઇલેકટ્રોનિક રેકોડૅ અથવા કોઇપણ ડીઝીટલ સિગ્નેચરની અધિકૃતતા અને વિશ્ર્વસનીયતાને લગતુ કંઇ પણ માની લેવાનુ ઉત્પન્ન કરશે નહિ.