ઇલેકટ્રોનિક સિગ્નેચર પ્રમાણપત્ર સંબંધી માની લેવા બાબત
જો વિરૂધ્ધનું કાંઇ પૂરવાર નહિ થાય તો ન્યાયાલય એવું અનુમાન કરશે અથવા માની લેશે કે એમાં જોડાનારા સહી કરનારે આ સંબંધમાં એને આપવામાં આવેલું ઇલેકટ્રોનીક સહી સટીફીકેટ સ્વીકાર્યું હોય તો એમાં જણાવેલ માહિતી ખરી છે સિવાય કે એમાની જે માહિતી એમા જોડાનાર સહી કરનાર સંબંધમાં હોય તેની સચ્ચાની ખાતરી થઇ શકી ન હતી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦માં ડીઝીટલ સીગ્નેચર કેવી રીતે ઇસ્યુ થાય તે બાબત કલમ ૩૫ દ્રારા જણાવી છે. ૩૫-એ પ્રમાણિત કરનાર સતાધીશ દ્રારા ડીઝીટલ સીગ્નેચર સટીફીકેટ ઇસ્યુ કરવા અંગે (૧) કેન્દ્ર સરકારે નકકી કરેલું હોય તેવા ફોમૅમાં કોઇપણ વ્યકિત ડીઝીટલ સીગ્નેચર સટીફીકેટ ઇસ્યુ કરવા સટીફાઇંગ ઓથોરીટીને અરજી કરી શકશે. (૨) આ અરજી સાથે કેન્દ્ર સરકારે નકકી કર્યું। અનુસાર રૂપિયા ૨૫,૦૦૦ કરતા વધારે નહીં તેટલી ફી આ સટીફાઇંગ ઓથોરીટીને ચૂકવવા માટે જોડવી પડશે. પરંતુ ઉપર પેટા કલમ (૨) જે ફી નિયત કરાઇ છે તે જુદા જુદા વર્ગો (કલાસીસ) ના અરજદારો માટે જુદી જુદી હશે. (૩) દરેક આવી અરજી સાથે સીફીકેશન પ્રેકિટસ સ્ટેટમેન્ટ (પ્રેકટીશની વિગતોનું સટીફીકેટ) અથવા જયાં આવું સ્ટેટમેન્ટ ન હોય તો એવી વિગતો સાથેનું જેનો નિયમાવલીમાં (રેગ્યુલેશન) ઉલ્લેખ તે (સ્ટેટમેન્ટ) લગાવવું (૪) પેટા કલમ (૧) હેઠળ અરજી મળ્યા પછી સટીફીકેશન પ્રેકિટસ સ્ટેટમેન્ટ અથવા પેટાકલમ (૩) ના બીજા સ્ટેટમેન્ટ અને તેમને યોગ્ય લાગે તેવી બીજી કોઇ તપાસ કર્યું ! પછી સટીફાઇંગ ઓથોરીટી ડીઝીટલ સીગ્નેચર સર્ટીફીકેટ મંજૂર કરશે અથવા રેકર્ડ કરાયેલા કારણો સાથે કાઢી નાંખશે પરંતુ સર્ટીફાઇંગ ઓથોરીટીને સંતોષ નહી થાય તો ડીઝીટલ સીગ્નેચર સટીફીકેટ મંજુર કરાશે નહી જે નીચે પ્રમાણે છે. (એ) અરજદાર પાસે ડીજીટલ સહી પ્રમાણપત્રમાં જણાવેલ પ્રાઇવેટ કી અને પબ્લીક કી હોય (બી) અરજદાર પાસે પ્રાઇવેટ કી કે જે ડીઝીટલ સીગ્નેચરનું નિમૅ પણ કરી શકે તેવી હોવી જોઇએ (સી) પબ્લીક કી કે જેની નોંધણી સર્ટીફીકેટમાં કરવાની છે તે અરજદારે તેની પ્રાઇવેટ કી દ્રારા ડીઝીટલ સીગ્નેચર નું નિર્માણ કર્યું છે તેની ખરાઇ થઇ શકે પરંતુ અરજદારને તેની અરજી કાઢી નાખવા માટે કારણ બતાઓની યોગ્ય તક આપવામાં ન આવી હોય તો આવી અરજી કાઢી નાંખી શકાશે નહી. આમ આ કલમ ૮૫ સી દ્રારા ઉપર ઇન્ફોમૅશન ટેકનોલોજીની કલમ ૩૫ પ્રમાણે ઇસ્યુ કરાયેલ ડીઝીટલ સીગ્નેચર સટીફીકેટ સાચું છે તેમ કોટૅ માની લેશે ડીઝીટલ સીગ્નેચર સટીફીકેટમાં આ સર્ટીફીકેટ કે જેને તે ઇસ્યુ કરવાનું છે તેવી પ્રાઇવેટ કી બાતે કોઇ માહિતી સટીફીકેટ આપવામાં આવેલી હોતી નથી.
Copyright©2023 - HelpLaw