વિદેશના ન્યાયિક રેકોડૅની પ્રમાણિત નકલો વિશે માની લેવાની બાબત
ભારતનો અથવા હર મેજીસ્ટીના ડોમિનિયમનો ભાગ ન હોય એવા કોઇ દેશના કોઇ ન્યાયિક રેકોડૅની પ્રમાણિત નકલ હોવાનું અભિપ્રેત હોય તેવો કોઇ દસ્તાવેજ જો તે દેશમાં ન્યાયિક રેકોર્ડની નકલોને પ્રમાણિત કરવા માટે સામાનયપણે વપરાતી રીત તરીકે જેને કેન્દ્ર સરકારના તે દેશમાના કે દેશ માટેના કોઇ પ્રતિનિધિએ પ્રમાણિત કરી હોય તે રીત મુજબ પ્રમાણિત થયાનુ અભિપ્રેત થતું હોય તો તે દસ્તાવેજ ખરો અને ભૂલ વિનાનો છે તેમ અદાલત માની લઇ શકશે. ભારતનો અથવા હર મેજેસ્ટીના ડોમિનિયમનનો ભાગ ન હોય તેવા પ્રદેશ કે સ્થળ અંગે જે જનરલ કોલઝિઝ એકટ ૧૮૯૭ની કલમ ૩ના ખંડ (૪૩) માં વ્યાખ્યા કર્યું । પ્રમાણે પોલિટિકલ એજન્ટ હોય તેવા અધિકારી તે પ્રદેશ અથવા સ્થળથી બનતા તે દેશના અને તે માટે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ છે એમ ગણાશે. ઉદ્દેશ્ય આ ક્લમ વિદેશના ન્યાયિક રેકર્ડ બાબતે છે. અહીં વિદેશ એટલે કે તે ભારત અને રાણીની પ્રભુસતાની બહારના હશે. આ વિદેશોમાં જે ન્યાયિક રેકર્ડ પ્રમાણિત થતા હોય તેવું અનુમોદન કેન્દ્ર સરકારના તે દેશના પ્રતિનિધિએ આપવાનું થાય છે. બીજા ફકરામાં જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે નિમાયેલા પોલીટીકલ એજન્ટને કેન્દ્ર સરકારના પ્રતિનિધિનો દરજજો અપાયો છે. આવી ઉપર જણાવેલી પ્રમાણિત નકલો ખરી અને ભૂલ વિનાની છે એમ કોટૅ માની શકશે. આ કલમ પહેલાની કલમોમાં Shall Presume શબ્દ વપરાયેલો છે. પરંતુ આ કલમમાં May Presume વપરાયો છે જે બતાવે છે કે કોર્ટને આ બાબતે પોતાની શુધ્ધબુધ્ધિ વાપરવાની છે. કલમ ૬૫ (એફ) માં અસલની પ્રમાણિત કોપી પુરાવામાં આપી શકાય તે બાબતે છે. તેવી જ રીતે આ કલમમાં પણ વિદેશના ન્યાયિક રેકડૅની પ્રમાણિત નકલ આપવાની ચર્ચ। કરવામાં આવી છે. આ કલમમાં બીજી સાબિતી ન આપી શકાય તેવું જણાવેલું નથી. એટલે અન્ય સાબિતીઓ દ્રારા પણ આવા દસ્તાવેજો જેવા કે કલમ ૬૫ ૬૬ દ્રારા ગૌણ પુરવાઓ આપીને પણ કરી શકાય.
Copyright©2023 - HelpLaw