પુસ્તકો નકશા અને ચાટૅ વિશે માની લેવા બાબત - કલમ:૮૭

પુસ્તકો નકશા અને ચાટૅ વિશે માની લેવા બાબત

કોઇ જાહેર કે સામાન્ય હિતની બાબતોની માહિતી માટે અદાલત જેન ઉપયોગ કરે તેવુ કોઇ પુસ્તક અથવા જેમાંના કથનો પ્રસ્તુત હકીકતો હોય એવો પ્રસિધ્ધ થયેલો અને તેના નિરીક્ષણ માટે રજૂ થયેલો કોઇ નકશો કે ચાટૅ જે વ્યકિતથી અને જે સમયે ને સ્થળે તે લખાયાનું અને પ્રસિધ્ધ થયાનું અભિપ્રેત થતું હોય તેના દ્રારા અને તે સમયે અને સ્થળે તે લખાયેલ અને પ્રસિધ્ધ થયેલ છે એમ અદાલત માની લઇ શકશે. ઉદ્દેશ્ય:- (૧) આ કલમમાં પુસ્તકો નકશા અને ચાટૅમાં અપાયેલ માહિતીઓની ચચૅ છે. (૨) આ પુસ્તક નકશા કે ચાર્ટમાં જે માહિતી કે કથનો હોય તે જાહેર અને સામાન્ય હિતને લગતા હોવા જોઇએ. (૩) આવા પુસ્તકો નકશા કે ચાટૅ પ્રસિધ્ધ થયેલા હોવા જોઇએ. (૪) આવા પુસ્તક નકશા કે ચાટૅ કોટૅ સમક્ષ નિરીક્ષણ માટે રજૂ થયેલા હોવા જોઇએ. આવી શરતો સંતોષાય પછી જ (૫) વ્યકિત દ્રારા આ પુસ્તક નકશો કે ચાટૅ અગાઉ જે તે સમયે અને સ્થળે લખાયેલ છે અને પ્રસિધ્ધ થયેલ છે. તે બાબત કોટૅ માની લઇ શકશે. અહીં પણ માની લઇ શકશે વાપયો છે તેનો અથૅ એ કે કોટૅને આ બાબતે પોતાની શુધ્ધબુધ્ધિનો ઉપયોગ કરવાનો ખૂબ જ અવકાશ છે.