
તારના સંદેશાઓ વિશે માની લેવા બાબત
જેને તે સંબોધ્યાનું અભિપ્રેત થતુ હોય તે વ્યકિતને કોઇ તાર ઓફિસેથી મોકલાવેલો સંદેશો જયાંથી તે રવાના કયૅાનું અભિપ્રેત થતું હોય તે ઓફિસે રવાના કરવા માટે સોંપાયેલ સંદેશા પ્રમાણે છે એમ ન્યાયાલય માની લઇ શકશે. પણ જેણે તે સંદેશો રવાના કરવા સોંપ્યો હોય તે વ્યકિત વિષે અદાલત કશું માની લઇ શકશે નહિ. ઉદ્દેશ્ય:- અહી (૧) તાર ઓફિસેથી કોઇ વ્યકિતને સંબોધીને કોઇ સંદેશો મોકલાવેલો હોય તો આ સંદેશ વ્યકિતને જે તે તારાઓફિસથી સંદેશો મોકલાવ્યા પ્રમાણેનો છે તેવુ કોટૅ અનુમાન કરી શકશે. પરંતુ (૨) આવી સંદેશો કઇ વ્યકિત દ્રારા મોકલાયો તે બાબતે કોટૅ કોઇ અનુમાન કરશે નહી. ટિપ્પણી:- આ એક કહી સૂની પુરાવો છે અને આ પુરાવો ગૌણપુરાવો છે. આમા એ માની લેવાનું છે કે જે સંદેશો તાર ઓફિસમાંથી જે વ્યકિતને સંબોધીને બીજી તાર ઓફિસમાં મોકલાયો છે તે સંદેશો જે ઓફિસથી મોકલાયેલો તે જ છે તેનું કોટૅ અનુમાન કરવાનું થાય છે. પરંતુ કોણે મોકલ્યો તેનું કોઇ અનુમાન કરવાનું થતું નથી.
Copyright©2023 - HelpLaw