
ઇલેકટ્રોનિક સંદેશા સંબંધી માની લેવા બાબત
ન્યાયાલય એવું માની લઇ શકશે કે જેને તે સંબોધ્યાનું અભિપ્રેત થતું હોય તે વ્યકિત તે સંદેશો મોકલવા માટે તે સંદેશો મોકલવા માટે તેના કોમ્પ્યુટરમાં ભરેલ સંદેશો ઇલેકટ્રોનિક મેઇલ સવૅર મારફતે ઉદભવકારે મોકલેલ ઇલેકટ્રીક સંદેશા પ્રમાણે છે. પણ જેના દ્રારા સંદેશો મોકલ્યો હતો તે વ્યકિત સંબંધી ન્યાયાલય કશું માની લઇ શકશે નહિ. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે મોકલનાર અને ઉદભવકાર (મૂલ લખનાર) નો ઇન્ફમૅશન ટેકનોલોજી અધિનિયમ ૧૯૯૯ ની કલમ ૨ની પેટા કલમ (૧) ના ખંડ (બી) અને (ઝેડ) માં તેમનો અનુક્રમે જે અથૅ આપ્યો છે તે જ થશે. ઉદ્દેશ્યઃ- કલમ ૮૮ જેવી જ છે હવે તારનું સ્થાન આ ઇલેકટ્રોનિક સંદેશાએ લીધું છે. આ સંદેશાઓ કે જેને સામાન્ય રીતે ઇ-મેલ કહે છે. તે વ્યકિત ઉપર તે મોકલી શકાય છે. આ માટે વ્યકિતએ પહેલા સંદેશો બનાવવો પડે છે. આ સંદેશો ત્યાર બાદ કોમ્પ્યુટરમાં ફીડ કરાય છે અને જેને મોકલવાનો હોય તેવા ઇ-મેલ સરનામા ઉપર તે મોકલી આપવામાં આવે છે એવું કોટૅ માની લેશે કે આવો સંદેશો ઇલેકટ્રોનિક ટ્રાન્સમીશન દ્રારા ઇ-મેલના સરનામે પહોંચી ગયો છે. પરંતુ આ સંદેશો કયા ઉદભવકારે મોકલેલ છે તે બાબતે કોટૅ કોઇ અનુમાન કરશે નહી. ઇ-મેલ આવી પધ્ધતિથી મોકલવાનું આજકાલ બહુ જ પ્રચલિત છે. જયાં આ કલમનો ઉપયોગ થાય છે.
Copyright©2023 - HelpLaw