રજૂ ન કરેલા દસ્તાવેજો વિધિસર થયા હોવાની હકીકત વગેરે વિશે માની લેવા બાબત - કલમ:૮૯

રજૂ ન કરેલા દસ્તાવેજો વિધિસર થયા હોવાની હકીકત વગેરે વિશે માની લેવા બાબત

મંગાવેલા અને રજૂ કરવાની નોટીશ પછી રજૂ ન કરેલા દસ્તાવેજ ઉપર કાયદા મુજબ આવશ્યક હોય એ રીતે શાખ થયેલી છે સ્ટેમ્પ ચોંટાડેલા છે અને બનાવેલ છે એક કોટૅ માની લેવુ જોઇશે. ઉદ્દેશ્યઃ- (૧) આ કલમમાં પક્ષકારને દસ્તાવેજ રજૂ કરવા અંગે નોટીશ આપેલી હોવી જોઇશે. (૨) આવી નોટીશ આપવા છતાંયે પક્ષકાર આ મંગાવેલો દસ્તાવેજ રજૂ કરતા હોવા ન જોઇએ. (૩) આવા સંજોગોમાં આ દસ્તાવેજ કાયદા પ્રમાણે સાખ કરેલો સ્ટેમ્પ લગાડેલ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો છે એવુ કોટૅ અનુમાન કરશે.