ત્રીસ વર્ષ જૂના દસ્તાવેજો વિશે માની લેવા બાબત
ત્રીસ વર્ષ જૂનો હોવાનું અભિપ્રેત હોય તેવો અથવા ત્રીસ વર્ષ જૂનો હોવાનું સાબિત થયેલ હોય તેવો કોઇ દસ્તાવેજ કોઇ ખાસ દાખલામાં અદાલત યોગ્ય ગણે એવા હવાલામાંથી રજૂ કરવામાં આવે ત્યારે તે દસ્તાવેજ ઉપરની સહી અને તેનો બીજો ભાગ જ ખાસ વ્યકિતના હસ્તાક્ષરમાં હોવાનું અભિપ્રેત હોય તે વ્યકિતના હસ્તાક્ષરમાં છે અને કરી આપેલા કે સાખવાળા દસ્તાવેજના દાખલામાં જેમણે તે કરી આપ્યાનું અને તેના ઉપર સાખ કયૅ ।નું અભિપ્રેત થતુ હોય તે વ્યકિતએ દસ્તાવેજ વિધિસર કરી આપ્યો છે અને તે ઉપર સાખ કરી છે. એમ અદાલત માની લઇ શકશે. સ્પષ્ટીકરણઃ- દસ્તાવેજો સ્વાભાવિક રીતે હોવા જોઇએ તેવા સ્થળે અને તેવી વ્યકિતની દેખરેખ નીચે હોય તો યોગ્ય હવાલામાં છે એમ કહેવાય પણ હવાલાનો ઉદ્ભવ કાયદાથી માન્ય રીતે થયાનું સાબિત થયું હોય અથવા કોઇ ખાસ દાખલામાં એવા સંજોગ હોય કે એ રીતનો ઉદ્ભવ સંભવિત બનતો હોય તો એવો હવાલો અયોગ્ય નથી. આ સ્પષ્ટીકરણ કલમ ૮૧ ને લાગુ પડે ઉદ્દેશ્ય:- આ કલમ જૂના પૂરાણા દસ્તાવેજ સાચા છે તે બાબતે કોર્ટે માની લેવાની ચચૅા અહી કરી છે. આ બાબતે આ કલમમાં (૧) આ દસ્તાવેજ ૩૦ વષૅ જૂના દશૅ ાવ્યા હોવા જોઇએ અથવા (૨) આ દસ્તાવેજ ૩૦ વષૅ જૂના સાબિત કરેલા હોવા જોઇએ. (૩) આ દસ્તાવેજો કોટૅ જેને માન્યતા આપતી હોય તેવા હવાલામાંથી રજૂ કર્યું હોવા જોઇએ. (૪) આમ થાય તો આ દસ્તાવેજ ઉપર જે વ્યકિતની સહી । કયૅ નું દર્શાવ્યું હોય તે વ્યકિતના હસ્તાક્ષર છે તેમ કોટૅ માની લેશે. (૫) આ દસ્તાવેજ ઉપર જે વ્યકિતના હસ્તાક્ષર હોવાનું દર્શાવ્યું હોય તે વ્યકિતના હરતાક્ષર છે તેમ કોર્ટે માની લેશે. (૬) આ દસ્તાવેજ જે વ્યકિતએ બનાવ્યાનું અને તેના ઉપર સાખ કરવાનું દર્શે ાવ્યું હોય તે વ્યકિતના હસ્તાક્ષર છે તેમ કોટૅ માની લેશે. (૭) આ દસ્તાવેજ જે વ્યકિતએ બનાવ્યાનું અને તેના ઉપર સાખ કરવાનું દર્શે ાવાયું હોય તે વ્યકિતએ આ દસ્તાવેજ બનાવેલો છે અને સાખ કરેલી છે એમ કોટૅ માની લેશે. સ્પષ્ટીકરણમાં હવાલા અંગેની સમજ આપવામાં આવી છે. અને દસ્તાવેજો સ્વાભાવિક રીતે જયાં હોવા જોઇએ ત્યાં હોય તો તેને યોગ્ય હવાલો માનવામાં આવશે. સિધ્ધાંત:- ઘણાં વરસ પછી જયારે વ્યકિત કદાચ હયાત પણ ન હોય ત્યારે તેના હસ્તાક્ષરો તેની સહીઓ સાખ કરનારા સાક્ષીઓની સહીઓ સામાન્ય રીતે ઓળખવા મુશ્કેલ પડી જાય છે અને આવી સહીઓ કે હસ્તાક્ષરો સામાન્ય ઓળખ કરવાના કલમો અનુસાર પારખી શકાતા નથી. એટલે આવા અનુમાન કરવું તે એક જરૂરિયાત બની છે અને આવા જુના દસ્તાવેજોને ઓળખવા માટે અનુમાનનો ઉપયોગ કરવો પડયો છે. બીજો મુદ્દો અહીં દસ્તાવેજની બનાવટ બાબતેનો છે. જો બનાવટી દસ્તાવેજ હોય તો આટલા વરસોમાં તે બહાર આવી જાય.
Copyright©2023 - HelpLaw