પાંચ વષૅ જૂનો ઇલેકટ્રોનિક રેકડૅ સંબંધી માની લેવા બાબત - કલમ:૯૦(એ)

પાંચ વષૅ જૂનો ઇલેકટ્રોનિક રેકડૅ સંબંધી માની લેવા બાબત

પાંચ વષૅ જૂનો હોવાનું અભિપ્રેત હોય તેવા અથવા પાંચ વષૅ જૂનો હોવાનું સાબિત થયેલ હોય તેવો કોઇપણ ઇલેકટ્રોનિક રેકોડૅ કોઇ ખાસ દાખલામાં ન્યાયાલયમાં યોગ્ય ગણે એવા હવાલામાંથી રજૂ કરવામાં આવે ત્યારે તે ઇલેકટ્રોનિક સિગ્નેચર જે ખાસ વ્યકિતએ અથવા આ અથૅ તેણે અધિકૃત કરેલી વ્યકિતએ એવી રીતે લગાડેલ હોવાનું અભિપ્રેત છે તેવું ન્યાયાલય માની લઇ શકશે. સ્પષ્ટીકરણઃ- ઇલેકટ્રોનિક રેકોડૅ સ્વાભાવિક રીતે હોવા જોઇએ તે સ્થળે અને તેવી વ્યકિતની દેખરેખ નીચે હોય તો યોગ્ય હવાલામાં છે એમ કહેવાય. પણ હવાલાનો ઉદ્ભવ કાયદાથી માન્ય રીતે સાબિત થયું હોય અથવા ખાસ દાખલામાં એવા સંજોગો હોય કે એ રીતે ઉદ્ભવ સંભવિત બનતો હોય તો એવો હોવાલો અયોગ્ય નથી. આ સ્પષ્ટીકરણ કલમ ૮૧-ક ને પણ લાગુ પડશે. ઉદ્દેશ્યઃ- જેવી રીતે કલમ ૯૦માં લેખિત ૩૦ વરસ જૂના રેકર્ડ બાબતે અનુમાન કરાય છે તેવી જ રીતે ઇલેકટ્રોનીકસ રેકડૅ પાંચ વરસ જુનો હોય તેને માટે અનુમાન કરી શકાય છે જે મહત્વ ૩૦ વષૅ જુના લેખીત રેકડૅને અપાયું તેજ મહત્વ પાંચ વષૅ જૂના ઇલેકટ્રોનીક રેકડૅને આપવામાં આવેલુ છે.ઇલેકટ્રોનીક રેકડૅ અને ઇલેકટ્રોનીક સીગ્નેચરની સમજ કલમ ૮૫(એ) માં આપવામાં આવી છે.