દસ્તાવેજી સ્વરૂપે અપાયેલા કરારોની ગ્રાન્ટોની અને મિલકતની બીજી વ્યવસ્થાની વિગતોનો પુરાવો - કલમ:૯૧

દસ્તાવેજી સ્વરૂપે અપાયેલા કરારોની ગ્રાન્ટોની અને મિલકતની બીજી વ્યવસ્થાની વિગતોનો પુરાવો

કોઇ કરાર અથવા ગ્રાન્ટ અથવા મિલકતની બીજી વ્યવસ્થાની વિગતોને દસ્તાવેજી સ્વરૂપ અપાયું હોય અને કોઇ બાબતને દસ્તાવેજી સ્વરૂપ આપવાનું કાયદા મુજબ આવશ્યક હોય એવા તમામ દાખલાઓમાં એવા કરાર ગ્રાન્ટ અથવા મિલકતની બીજી વ્યવસ્થાની વિગતોની અથવા એવી બાબતોની સાબિતીમાં ખુદ તે દસ્તાવેજ સિવાયનો અથવા આમાં અગાઉ જણાવેલી જોગવાઇઓ હેઠળ ગૌણ પુરાવો ગ્રાહય હોય એવા સંજોગોમાં તેના મજકુરના ગૌણ પુરાવા સિવાય કોઇ પુરાવો આપી શકાશે નહિ. અપવાદઃ-૧ કોઇ સરકારી અધીકારીની નિમણૂક લેખિત રીતે કરવાનું કાયદા મુજબ આવશ્યક હોય અને એવું બતાવવામાં આવે કે કોઇ ખાસ વ્યકિતએ એવા અધિકારી તરીકે કાર્ય કર્યું છે. ત્યારે જે લખાણથી તે વ્યકિતની નિમણુક કરી હોય તે સાબિત કરવાની જરૂર નથી. અપવાદઃ-૨ જેનુ પ્રોબેટ ભારતમાં મળ્યું હોય તેવા વસિયતનામા પ્રોબેટથી સાબિત કરી શકાશે. સ્પષ્ટીકરણ:- ૧ ઉપર ઉલ્લેખેલા કરારો ગ્રાન્ટો અથવા મિલકતની વ્યવસ્થા એક દસ્તાવેજમાં હોય તે દાખલાઓને અને તે કરતાં વધુ દસ્તાવેજમાં હોય તેવા દાખલાઓને આ કલમ સરખી રીતે લાગુ પડે છે. સ્પષ્ટીકરણઃ-૨ એકથી વધુ સંખ્યામાં અસલ દસ્તાવેજો હોય ત્યારે એક જ અસલ દરતાવેજ સાબિત કરવો જરૂરી રહે છે. સ્પષ્ટીકરણઃ-૩ આ કલમમાં ઉલ્લેખેલી હકીકતો સિવાયની કોઇ પણ હકીકતનું કથન કોઇ દસ્તાવેજમાં હોય તેથી એ જ હકીકત વિશેનો મૌખિક પુરાવો ગ્રાહય રાખવામાં બાધ આવશે નહિ. ઉદ્દેશ્ય:- આ કલમમાં (૧) જયારે કરારો અનુદાનો અને મિલકતની વ્યવસ્થા બાબતની શરતો દસ્તાવેજ સ્વરૂપમાં હોય અને (૨) જયારે કોઇ બાબતોને દસ્તાવેજી સ્વરૂપ આપવાનું કાયદા દ્રારા ફરમાવાયું હોય ત્યારે પુરાવા તરીકે શરતો સાબિત કરવા આ દસ્તાવેજને જ રજૂ કરવો પડશે અને જો એમ ન થઇ શકે તો ગૌણ પુરાવાની જો અનુમતિ મળી હોય તો તેની વિગતો ગૌણ પુરાવાથી સાબિત કરવી પડશે. અહીં એ સ્પષ્ટ જણાવાયું છે કે દસ્તાવેજની શરતો કે તેની વિગતો સાબિત કરવા દસ્તાવેજ પોતે અથવા ગૌણ પુરાવો જ રજૂ કરવાનો થશે અને મૌખિક પુરાવાને રજૂ કરવાનો કોઇ જ અવકાશ નથી. આ કલમમાં બે અપવાદો મુકાયા છે. (૧) જયારે જાહેર ઓફિસરની નિમણૂક લેખિત સ્વરૂપે આપવાની હોય અને આ જાહેર ઓફિસરે પોતાની કામગીરી ચાલુ કરી દીધેલ હોય ત્યારે આવી લેખિત હુકમની સાબિતીની જરૂર નથી. (૨) જે વસિયતનામાનું પ્રોબેટ ભારતમાં મંજુર થયું હોય તેવું વસિયતનામું આવા પ્રોબેટથી સાબિત કરી શકાશે. મતલબ કે આ અપવાદોમાં (૧) લેખિત નિમણૂક હુકમ અને (૨) વસિયતનામું રજૂ કરવાની જરૂર નથી