મૌખિક કબૂલાતનો પુરાવો ન લેવા બાબત - કલમ:૯૨

મૌખિક કબૂલાતનો પુરાવો ન લેવા બાબત

એવા કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની બીજી વ્યવસ્થા અથવા જેને દસ્તાવેજના રૂપમાં લખી લેવાનુ કાયદા મુજબ આવશ્યક હોય તેવી કોઇ બાબતની વિગતો છેલ્લી કલમ અનુસાર સાબિત થઇ હોય ત્યારે તે વિગતોનું ખંડન કરવા તેમા ફેરફાર વધારો કે ઘટાડો કરવા તે લેખના પક્ષકારો અથવા તેમના હિત પ્રતિનિધિઓ વચ્ચેની કોઇ મૌખિક કબૂલાત અથવા કથનનો કોઇ પુરાવો ગ્રાહય થઇ શકે નહી. પરંતુક (૧) કપટ, ધમકી, ગેરકાયદેસરતા, વિધિસર ન થયાની હકીકત કરારના કોઇ પક્ષકારની કરાર કરવાની અસમથૅતા અવેજનો અભાવ કે નિષ્ફળતા અથવા હકીકતની કે કાયદાની ભૂલ જે દસ્તાવેજને બિનકાયદેસરનો બનાવી દે કે કોઇ વ્યકિત તે બાબતનું હુકમનામું કે હુકમ મેળવવા હકકદાર ગણે તેવી હકીકત સાબિત કરી શકાશે. પરંતુક (૨) જે વિષે દસ્તાવેજમાં કશો ઉલ્લેખ ન હોય અને જે તેની વિગતો સાથે અસંગત ન હોય એવી કોઇ બાબતો વિષેની કોઇ જુદી મૌખિક કબૂલાતનું અસ્તિત્વ સાબિત કરી શકાશે આ પરંતુક લાગુ પડે છે કે નહિ તે વિચારતી વખતે કોર્ટ તે દસ્તાવેજ કેટલે અંશે નિયમસરનો છે તે ધ્યાનમાં રાખવું જોઇશે. પરંતુક (૩) એવો કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થા હેઠળ કોઇ જ જવાબદારી જોડવા માટેની પૂર્વ શરત રૂપે કોઇ અલગ મૌખિક કબૂલાતનું અસ્તિત્વ સાબિત કરી શકાકે પરંતુક (૪) એવા કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થા કાયદા મુજબ લેખિત હોવાનું આવશ્યક હોય અથવા દસ્તાવેજો રજિસ્ટર કરાવવા વિષે તે સમયે અમલમાં હોય તે કાયદા અનુસાર તે રજીસ્ટર કરાવેલ હોય તે સિવાયના દાખલાઓમાં એવા કોઇ કરાર ગ્રાન્ટ અથવા મિલકતની વ્યવસ્થાને રદ કરવા અથવા ફેરફાર કરવાનો પછીથી થયેલો કોઇ અલગ મૌખિક કરાર સાબિત કરી શકાશે. પરંતુક (૫) કોઇ કરારમાં સ્પષ્ટ રીતે દશૅ વિલી ન હોય તેવી અનુષંગિક બાબતો તે પ્રકારના કરારો સાથે જે રિવાજ કે રૂઢિના લીધે રાબેતા મુજબ જોડવામાં આવતી હોય તે સાબિત કરી શકાશે. પરંતુ એવી આનુષંગિક બાબતોનું જોડાણ તે કરારની સ્પષ્ટતા વિગતોથી વિરૂધ્ધનું કે અસંગત હોવુ જોઇએ નહિ પરંતુ (૬) કોઇ દસ્તાવેજની ભાષા વિધમાન હકીકતો સાથે કઇ રીતે સંબંધ ઘરાવે છે તે દશ વનારી હકીકત સાબિત કરી શકાશે. ઉદ્દેશ્ય - કલમ ૯૧ દ્રારા લેખિત દસ્તાવેજો પ્રાથમિક કે ગૌણ પુરાવા સાબીત કર્યું। પછી જ આ કલમ લાગુ પડે છે વધુમાં કલમ ૯૨ લેખના પક્ષકારો કે તેમના હિતપ્રતિનિધિઓ દ્રારા પોતાનો પક્ષ રજૂ કરી શકે. બતાવે છે કે કલમ ૯૨ માત્ર દ્વિપક્ષીય કરારો માટે જ છે અને દ્વિપક્ષીય બાબતો સિવાયની હકીકતોને આ કલમ લાગુ પડી શકે નહીં. આ કલમ અન્વયે (૧) જયારે કોઇ કરાર અનુદાન કે મિલકતની બીજી વ્યવસ્થાની શરતો લેખિત સ્વરૂપોમાં હોય અથવા (૨) જયારે કાયદાકીય રીતે કોઇ હકીકતને લેખિત સ્વરૂપમાં કરવામાં આવી હોય તે દસતાવેજોની શરતો કે વિગતોને આ દસ્તાવેજો (પ્રથમિક પુરાવી) રજૂ કરીને અથવા ગૌણ પુરાવાથી સાબિત કરેલ હોવી જોઇએ. મૌખિક કથનો કે મૌખિક કરારો દ્રારા લેખિત સ્વરૂપના કરારોના પક્ષકારો કે તેમના હિતપ્રતિધિનિઓ દ્રારા આ લેખિત કરારોની શરતોનું ખંડન ફેરફાર વધારો કે ઘટાડો કરી શકાશે નહિ. સિવાય કે (૧) કોઇ હકીક્ત જે (એ) દસ્તાવેજને બિનકાયદેસર બનાવી દે ક(બી) કોઇ વ્યકિતને તે બાબત અંગે હુકમનામું કે હુકમ મેળવવા હકકદાર ગણે તેવી હકિકતો કે જેનાથી કપટ ધમકી બીનકાયદેસરતા વિધિસર ન થયાની બાબત કરનાર પક્ષની બિનક્ષમતા અવેજ આપવામાં નિષ્ફળતા કે હકીકત અથવા કાયદા અંગેની ભૂલ સાબિત કરવામાં આવે. (૨) કોઇ મૌખિક કરાર જે અલગ રીતે કરેલો હોય (એ) કે જેના વિષે લેખિત દસ્તાવેજમાં કંઇ બતાવ્યું ન હોય (બી) કે જે દસ્તાવેજની શરતો સાથે સંગત ન હોય તેને પૂરવાર કરી શકાશે. (૩) કોઇ અલગ મૌખિક કરાર જે દસ્તાવેજ અંગે જવાબદારી જોડવા માટે પૂર્વશરત રૂપે હોય તે સાબિત કરી શકાશે. (૪) જે અસલ દસ્તાવેજ હીય તે દસ્તાવેજ થયા પછી કોઇ મૌખિક કરાર આ દસ્તાવેજ ને રદ બાતલ કે સુધારવા માટે કરવામાં આવ્યો હોય અને જો (અ) અસલ દસ્તાવેજ લેખિત હોય (બી) અને દસ્તાવેજ રજીસ્ટર કરાવેલો હોય તો આવો મૌખિક કરાર પુરાવામાં ગ્રાહય બને નહીં. (૫) કોઇ લેખિત કરારમાં રીતિ અને રૂઢિ બાબતેની આનુષાંગિક બાબતો રાબેતા મુજબ જોડવામાં આવે તો આવી જોડેલી બાબતો સાબિત કરી શકાશે. પરંતુ આવું જોડાણ લેખિત કરારની શરતોને વિસંગત (વિરૂધ્દ) કે અસંગત હોવી જોઇએ નહીં. (૬) દસ્તાવેજની ભાષા અસ્તિત્વવાળી હકીકતો સાથે કઇ રીતે સંબંધ ધરાવે છે તે દર્શાવનારી હકીકત સાબિત કરી શકાશે. આ કલમ કલમ ૯૧ના અનુસંધાનમાં છે. કલમ ૯૧ લેખિત કરારો અનુદાનો કે મિલકતની વ્યવસ્થા કે કાયદાકીય લેખિત સ્વરૂપમાં કરાયેલા દરસ્તાવેજ તે દસ્તાવેજોને રજૂ કરી સાબિત કરી શકાશે તેવું પ્રાવધાન કરેલું છે. પરંતુ આ દરતાવેજો કયા સંજોગોમાં કરેલા છે તે કરવા પાછળનો હેતુ શુ હતો તે બધી બાબતો આ કલમના પરંતુર્કીમાં આવી જાય છે અને એવા આ પરંતુકોમમાં બતાવેલા સંજોગોમાં આ કલમ ૯૨ દ્રારા દશૅ વેલા મૌખિક કરારો સાબિત કરી શકાશે