સંદિગ્ધ દસ્તાવેજની સમજૂતી આપવા કે સુધારવા પુરાવો નહિ લેવા બાબત - કલમ:૯૩

સંદિગ્ધ દસ્તાવેજની સમજૂતી આપવા કે સુધારવા પુરાવો નહિ લેવા બાબત

કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા દેખીતી રીતે સંદિગ્ધ કે ખામીવાળી હોય ત્યાર તેનો અથૅ દશૅ ।વતી હોય કે તેની ખામીઓ દૂર કરતી હોય એવી હકીકતોનો પુરાવો આપી શકાશે નહિ. ઉદ્દેશ્યઃ- દસ્તાવેજનો કોઇ ભાગનો સુધારો કે ખુલાસો આપવામાંથી બાકાત રાખવા તે આ કલમનો મુળ હેતુ છે. આ કલમમાં દસ્તાવેજની ભાષા દેખીતી રીતે જ સંદિગ્ધ કે ખામીવાળી હોવી જોઇએ જયારે આમ જ હોય ત્યારે સંદિગ્ધ બાબતનો અથૅઘટન કરાવતો કે ખામીઓ દૂર કરતો દશૅ વતો આ દસ્તાવેજ બાબતે પુરાવો આપી શકાશે નહી.