વિધામાન હકીકતોને દસ્તાવેજ લાગુ પડતો હોય ત્યાં વિરૂધ્ધ પુરાવો નહિ લેવા બાબત
કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સ્વયં સ્પષ્ટ હોય અને વિધમાન હકીકતોને બરાબર લાગુ પડતી હોય ત્યારે એવી હકીકતોને તે લાગુ પાડવાનું ધાર્યું ન હતું એમ દશૅાવવા પુરાવો આપી શકાશે નહિ. ઉદ્દેશ્ય:- આ કલમ સ્પષ્ટ છે આમાં (૧) દસ્તાવેજ ભાષા સ્વયં સ્પષ્ટ હોવી જોઇએ. (૨) આ દસ્તાવેજ અસ્તિત્વવાળી હકીકતને લાગુ પડતો હોવો જોઇએ. (૩) આમ હોય તો આ દસ્તાવેજની હકીકત વિરૂધ્ધ પુરાવો આપી શકાશે નહિ. આ બાબત અહીં ઉદાહરણમાં સ્પષ્ટ કરેલી છે. એ પોતાનો ૧૦૦ વીઘાવાળો એસ્ટેટ કરારથી બી ને વેચે છે. એ પોતે ૧૦૦ વીઘાવાળો એસ્ટેટ રામપુરમાં ધરાવે છે. આમ અસ્તિત્વ વાળી હકીકત ૧૦૦ વીઘાવાળો રામપુર વાળો અસ્ટેટ છે અને દસ્તાવેજથી આ એસ્ટેટ વેચવામાં આવેલો છે. તેવું ખતથી સ્પષ્ટ છે જયારે આવું સ્પષ્ટ હોય ત્યારે એ નો રામપુરવાળો ૧૦૦ વીઘા વાળો પ્લોટ નથી કે પ્લોટ છે પરંતુ જુદા માપનો છે એવો પુરાવો આપી શકાય નહી
Copyright©2023 - HelpLaw