વિધમાન હકીકતોના સંદભૅમાં અથૅહીન દસ્તાવેજ વીશે પુરાવો - કલમ:૯૫

વિધમાન હકીકતોના સંદભૅમાં અથૅહીન દસ્તાવેજ વીશે પુરાવો

કોઇ દસ્તાવેજમાં વપરાયેલી ભાષા સ્વયં સ્પષ્ટ હોય પણ વિધમાન હકીકતોના સંદર્ભમાં અથૅહીન હોય ત્યારે તે કોઇ ખાસ અર્થમાં વપરાઇ હતી તે દશૅાવવા પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્ય:- કલમ ૯૩ અને ૯૪માં જે દસ્તાવેજમાંની હકીકતો બાબતે પુરાવો ન આપવાનું જણાવેલુ છે જયારે આ કલમમાં તે ચોકકસ સંજોગોમાં પુરાવો આપી શકાશે તેવુ જણાવ્યું છે. મતલબ કે આ કલમમાં પુરાવો જે આપવાનો થાય છે તે અમુક સંજોગોમાં જ અપાય તેવો એટલે કે Permissive પુરાવો છે.