
કેટલીક વ્યકિતઓ પૈકી એક જ વ્યકિતને લાગુ પડી શકે તેવી ભાષા લાગુ પાડવા વિશે પુરાવો
હકીકતો એવી હોય કે વપરાયેલી ભાષા કેટલીક વ્યકિતઓ અથવા વસ્તુઓ પૈકી કોઇ એકને લાગુ પાડવાનો ઇરાદો હોઇ શકે અને એકથી વધુને લાગુ પાડવાનો ઇરાદો હોઇ શકે નહિ ત્યારે તે વ્યકિતઓ અથવા વસ્તુઓ પૈકી કોને લાગુ પાડવાનો ઇરાદો હતો તે દશૅ વતી હકીકતોનો પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્ય:- આમાં એવી ભાષા વપરાયેલી હોય કે ઘણી વ્યકિતઓ કે વસ્તુઓને લાગુ પડતી હોય તેવા સંજોગોમાં પુરાવો આપી શકાશે કે કંઇ વ્યકિત કે વસ્તુ બાબતેની ભાષા દસ્તાવેમાં વપરાયેલી હતી આ કલમનો મુખ્ય હેતુ પુરાવાઓ દ્રારા દસ્તાવેજની બાબત અને બહાર ખરેખર શુ છે તે બંનેના જોડાણ પ્રસ્થાપીત કરવાનો છે.
Copyright©2023 - HelpLaw