
હકીકતોના બે સેટમાંથી કોઇને પણ ખરી રીતે પૂરેપુરી લાગુ પડતી ન હોય તેવી ભાષા બેમાંથી એક સેટને લાગુ પાડવા વિશે પુરાવો
વપરાયેલી ભાષા અમુક અંશે વિધમાન હકીકતોના એક સેટને અને અમુક અંશે વિધમાન હકીકતોના બીજા સટેને લાગુ પડતી હોય પણ બંનેમાંથી કોઇ એકને ખરી રીતે પૂરેપુરી લાગુ પડતી ન હોય ત્યારે તે બે પૈકી કયા સેટને તે લાગુ પાડવા ધાર્યું હતું તે દરૅ વવા પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્ય:- (૧) આ કલમમાં હકીકતો બે સેટમાં હોવી જોઇએ (૨) જયારે દસ્તાવેજ બનાવ્યો હોય ત્યારે તેની ભાષા બંનેને લાગુ પડતી હોય તેવું લાગે પરંતુ પૂરેપુરી રીતે એક સેટ માટે આ ભાષા ખરી ન હોય (૩) આવા સંજોગોમાં કયા સેટની હકીકતો માટે આ ભાષા વપરાઇ છે તેનો પુરાવો આપી શકાય.
Copyright©2023 - HelpLaw