ઉકેલી શકાય નહિ તેવી લિપિ વિગેરેના અથૅ વિશે પુરાવો - કલમ:૯૮

ઉકેલી શકાય નહિ તેવી લિપિ વિગેરેના અથૅ વિશે પુરાવો

ઉકેલી શકે નહિ તેવી અથવા સામાન્ય રીતે સમજી શકાય નહિ તેવી લિપિના વિદેશી અપ્રચલિત ટેકનિકલ સ્થાનિક અને પ્રાતિક શબ્દપ્રયોગોનો સંક્ષિપ્ત સંજ્ઞાઓનો અને ખાસ અથૅમાં વપરાયેલા શબ્દોનો અથૅ દશૉવવા પુરાવો આપી શકાશે. ઉદ્દેશ્યઃ- દસ્તાવેજો બને છે અને આવા દસ્તાવેજોમાં ઘણી વખત જે તે જગ્યાએ અને સમયે પ્રચલિત શબ્દ પ્રયોગોનો ઉપયોગોનો ઉપયોગ થાય છે તે સંક્ષિપ્તમાં અથવા સમાન્ય રીતે બધાને ન સમજાય તેવી ભાષામાં કે અક્ષરોમાં લખવામાં આવતો હોય છે. આવા અક્ષરો ઘણીવાર વિદેશોમાં વપરાતા હોય છે તેઓ સ્થાનિક અને પ્રાંતિય જગાઓએ વપરાતા હોય છે આવા શબ્દસમુહ કે અક્ષરો જે તે વખતે અપ્રચલિત થઇ ગયા હોય છે અને ઘણી વખત આ શબ્દો તાંત્રિક હોઇ સામાન્ય વ્યકિત ન સમજે તેવા હોય છે. આવા શબ્દો કે શબ્દપ્રયોગોનો પ્રચલિત અથૅ દસ્તાવેજમાં શો હોઇ શકે તે બતાવવા બહારથી પુરાવો આપી શકાશે તેવું આ કલમમાં પ્રાવધાન છે.