દસ્તાવેજની શરતોમાં ફેરફાર કરતી કબૂલાતનો પુરાવો કોણ આપી શકે - કલમ:૯૯

દસ્તાવેજની શરતોમાં ફેરફાર કરતી કબૂલાતનો પુરાવો કોણ આપી શકે

દસ્તાવેજના પક્ષકારો ન હોય તે વ્યકિતઓ અથવા તેમના હિતપ્રતિનિધિઓ તે દસ્તાવેજની શરતોમાં ફેરફાર કરતી કોઇ સમકાલીન કબૂલાત દશૅ વતી હોય તેવી હકીકતનો પુરાવો આપી શકશે. ઉદ્દેશ્યઃ- કલમ ૯૨ સ્પષ્ટ રીતે બતાવે છે કે જે દસ્તાવેજો લેખિત સ્વરૂપમાં હોય તેની શરતો કે વિગતોનો ફેરફાર સુધારો વધારો કે ઘટાડા બાબતેનું પક્ષકારો કે તેમના હિતાર્થેીઓ પુરાવો આપી શકશે નહી. કલમ ૯૨માં ત્રીજી પાર્ટી (થડૅ પાટી) બાબતે કશુ જ કહેવામાં આવેલુ નથી. પરંતુ આ કલમમાં (૧) જે વ્યકિતઓ કે તેમના હિતાથીઓ દસ્તાવેજના પક્ષકારો ન હોય તેઓ દસ્તાવેજમાં સમકાલીન ફેરફાર કરાયેલી મૌખિક રીતે કરાયેલ કરાર બાબતે પુરાવો આપી શકશે. અહી એ નોંધવું જરૂરી છે કે કલમ ૯૨ ની માફક અહી ફેરફાર સુધારો વધારો કે ઘટાડો શબ્દોની જગ્યાએ આ કલમમાં માત્ર ફેરફાર શબ્દનો જ ઉપયોગ કરાયો છે. કલમમાં એવું જણાવેલુ નથી કે આ વ્યકિત કે જે આવો સમકાલિન મૌખિક કરાર બાબતેનો પુરાવો આપવા ધારે છે તે આવા કરાર તે વ્યકિતના હિતને અસરકૉ । હોય પરંતુ ઉદાહરણમાં સ્પષ્ટ બતાવેલુ છે કે આ કરાર પુરાવો આપનારના હિતને અસરકતૅ છે.