સાબિતીનો બોજો - કલમ:૧૦૧

સાબિતીનો બોજો

જો કોઇ એમ ઇચ્છતો હોય કે તેણે પ્રતિપાદિત કરેલી હકીકતોની સાબિતીના અસ્તિત્વ ઉપર આધારિત કોઇ કાયદેસરના હક અથવા જવાબદારી વીશે કોઇ બીજી અદાલત ફેંસલો આપે તો તેણે સાબિત કરવું પડશે કે તે હકીકતો અસ્તિત્વમાં છે. કોઇ વ્યકિત કોઇ હકીકતનું અસ્તિત્વ સાબિત કરવા બંધાયેલી હોય ત્યારે સાબિતીનો બોજો તે વ્યકિત ાર છે એમ કહેવાય ઉદ્દેશ્ય - જે પક્ષકાર ભારપૂર્વક કોઇ હકીકતના અસ્તિત્વ બાબતેની વાત કરતી હોય ને કોર્ટ પાસે કોઇ દાદ માગતી હોય ત્યારે હકીકત કે જેના બાબતે તે ભારપૂર્વક કહે છે. તેને તેણે સાબિત કરવી પડે સામાન્ય રીતે કોટૅ આવી રજૂઆત સાચી છે એવી મંજુરી આપી શકે નહિ, આ કલમમાં (૧) વ્યકિત ઇચ્છે કે તેને કોઇ કાયદેસરનો હક કે કોઇ જવાબદારી અંગે ન્યાયાલય ફેંસલો આપે. (૨) આ હેતુ માટે વ્યકિત એ કોઇ હકીકત પ્રતિપાદિત કરવી પડે. આ પ્રતિપાદિત કરેલી અને હકીકત અસ્તિત્વની સાબિતી કરવી પડે (૩) આ સાબિતી કરવાનો બોજો જે વ્યકિત હકીકતને પ્રતિપાદિત કરે છે અને ઇચ્છે છે કે ન્યાયલય કોઇ હકક કે જવાબદારીનો ફેસલો આપે તેના ઉપર છે. ટિપ્પણીઃ (૧) પરિચય:- આ કલમ સાબિતીનો બોજો બાબતેની છે અને તેનો અથૅ બહુજ સરળ છે. પ્રાથમિક રીતે વ્યકિત કોઇ હકીકત પ્રતિપાદીત કરતી હોય અને તેના ઉપર ન્યાયાલય દ્રારા કોઇ દાદ મેળવવા ઇચ્છતી હોય તો તે હકીકત તેને સાબિત કરવાની થાય છે માત્ર હકીકતને ન્યાયાલય સમક્ષ પ્રતિપાદિત કરવાથી ન્યાયાલય તેને મંજુરી આપી શકે નહિ. અહીં કલમ ૩ માં જણાવેલ સાબિતી ના અર્થને સાબિતીના બોજાની કોઇ અસર થતી નથી. ચુસ્ત રીતે જોઇએ તો સાબિતી એટલે પુરાવાની અસર તેવો અથૅ થાય છે. (૨) બે – અથૅ સાબીતીનો બોજો ના બે જુદા જુદા અથૅ નીકળે છે (૧) કેસ સ્થાપીત કરવાનો – આમાં જો દિવાની કેસ હોય તો પુરાવાઓ આપી પ્રબળ શકયતા અસ્તિત્વમાં હોવા બાબતેની રજૂઆત કરવી અને જો ફોજદારી કેસ હોય તો સમજપૂવૅક શંકારહિત પુરાવાઓ આપી તેની રજૂઆત કરવાની થાય છે. (૨) કેસ સ્થાપિત કરવા માટે જરૂરી પુરાવા રજૂ કરવાની ફરજ કે જરૂરિયાત અથવા પ્રતિપક્ષે જે કેસ સ્થાપિત કરેલ હોય તે નકારવા માટે પૂરતા પુરાવા રજૂ કરવા. જયારે સાબિતીનો બોજો પહેલા અર્થમાં વપરાય ત્યારે આખાયે દાવા કે કાર્યરીતિ ઉપર ભાર મુકાય છે જયારે બીજા અર્થમાં આ દાવો કે કાયૅરીતી કયા સ્ટેજ ઉપર છે તે ધ્યાને રાખી છે હકીકતો ઉપર ભાર મુકાય છે. દાવો કે કૈસ સ્થાપિત કરવાનો અર્થ એ થાય છે કે પક્ષકારો પોતાની દાવાની હકીકતો દ્રારા કે લેખિત જવાબ દ્રારા હકીકતો રજૂ કરવી અને જે તે મુદ્દાઓ આવા પ્લીડીંગ દ્રારા પોતાના પક્ષે પ્રતિપાદિત કરવા માટેનો કેસ બનાવવો પુરાવાના સ્ટેજ સાબિતીના બોજાઓ અથૅ થાય છે કે મુદ્દાઓ પોતાના પક્ષે સાબિત કરવા જરૂરી પુરાવા રજૂ કરવા આ અથૅમાં સાબિતીનો બોજો હંમેશા અસ્થાયી રહે છે અને કાયૅરીતિ (ટ્રાયલ) દરમ્યાન તે એક પક્ષકાર પરથી બીજા પક્ષકાર તરફ ખસ્યા (શીફટ) કરે છે. જયારે પક્ષકાર પુરાવા રજૂ કરે છે અને પોતાનો કેસ પ્રાથમિક રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પક્ષકારના પક્ષે અનુમાન થઇ શકે પરંતુ જયારે પ્રતિપક્ષ આ હકીકતો નકારવાના પુરાવા રજૂ કરે ત્યારે આ સાબિતીનો બોજો ફરી તે પક્ષકાર તરફ ખસે છે આવી પરિસ્થિતિ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે આ દાવો કે કેસ પોતાના પક્ષે આવે તે માટે પક્ષકારની સાબિત કરવાની જવાબદારી ઊભી થયેલી ગણાય આમ સાબિતીની જવાબદારી એ માત્ર એક નિયમ જ છે.