
ચોકકસ હકીકત વિશે બોજો
કોઇ ચોકકસ હકીકતનું અસ્તિત્વ હોવાનું અદાલત માને એમ જે વ્યકિત ઇચ્છતી હોય તેના ઉપર તે હકીકતની સાબિતીનો બોજો છે સિવાય કે તે હકીકતની સાબિતીનો બોજો કોઇ ચોકકસ વ્યકિત ઉપર રહેશે એવી કોઇ કાયદાથી જોગવાઇ કરવામાં આવી હોય.
ઉદ્દેશ્યઃ- કલમ ૧૦૧માં હકીકતો જે પ્રતિપાદીત કોઇ વ્યકિત એ કરી હોય તે હકીકતો અસ્તિત્વમાં હોવાનું સાબિત કરવાની જવાબદારી તે વ્યકિત ઉપર છે. જયારે આ કલમમાં કોઇ ચોકકસ હકીકતના અસ્તિત્વનું હોવાનું પુરવાર કરવાનું થાય છે એટલે કલમ ૧૦૩ એ કલમ ૧૦૧નો આગળનો ભાગ છે. આ કલમના ઘટકો નીચે પ્રમાણે છે. (૧) કોઇ ચોકકસ વસ્તુનું અસ્તિત્વ હોવાનું ન્યાયાલય માને તેમ કોઇ વ્યકિત ઇચ્છતી હોવી જોઇએ. (૨) જો આમ હોય તો તે વ્યકિતએ આ હકીકતનું અસ્તિત્વ પુરવાર કરવાનું થાય છે અથવા (૩) એવું બતાવવાનું થાય છે આ સાબિતીનો બોજો કાયદાનુસાર કોઇ અન્ય વ્યકિત ઉપર છે
Copyright©2023 - HelpLaw