
કલમ - ૨૩
- ગેરકાયદે લાભ - એટલે લાભ મેળવનારી વ્યક્તિએ કાયદેસર રીતે મિલકતની પોતે હક્કદર ન હોય તે મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા મેળવેલો લાભ.
- ગેરકાયદે નુકસાન - એટલે નુકસાન ભોગવનાર વ્યક્તિએ કાયદેસર રીતે જે મિલકતની પોતે હક્કદાર હોય તે મિલકતનો ગેરકાયદેસરના સાધનો દ્વારા વેઠેલું નુકસાન.
- ગેરકાયદે લાભ લેવો - કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ગેરકાયદે મેળવે ત્યારે તેમજ તે ગેરકાયદે રાખી મુકે ત્યારે,તે વ્યક્તિએ ગેરકાયદે લાભ લીધો કહેવાય.
- ગેરકાયદે નુકશાન થવું - કોઈ વ્યક્તિને કોઈ મિલ્કતથી ગેરકાયદે દુર રાખવામાં આવે ત્યારે તેમજ તેને કોઈ મિલ્કતથી વંચિત રાખવામાં આવે ત્યારે તે વ્યક્તિને ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય.
Copyright©2023 - HelpLaw