
પુરાવો ગ્રાહ્ય બને તે માટે સાબીત કરવાની હકીકત સાબિત કરવાનો બોજો
કોઇ વ્યકિતથી કોઇ બીજી હકીકતનો પુરાવો આપી શકાય તે માટે સાબિત થવા જરૂરી હકીકત સાબિત કરવાનો બોજો એવો બીજો પુરાવો આપવા ઇચ્છતા વ્યકિત ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમ બીજી હકીકત માટે પુરાવો આપવા તેને સંલગ્ન અગાઉની હકીકત પહેલા સાબિત કરવી જરૂરી છે. એમ જણાવે છે. આ માટે આ કલમમાં નીચે પ્રમાણેના ઘટકો છે. (૧) કોઇ એવી હકીકત છે કે જેનો વ્યકિત પુરાવો આપવા ઇચ્છતી હોય (૨) આ હકકીતની કોઇ સંલગ્ન હકીકત એવી હોય કે પહેલા સાબિત કરવાની થાય. (૩) અને આ સંલગ્ન હકીકતની સાબિતી વ્યકિત કે જે તે હકીકત કે જે બાબતે પુરાવો આપવા ઇચ્છે છે તે જ હોવી જોઇએ.
Copyright©2023 - HelpLaw