આરોપીનો કેસ અપવાદમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો - કલમ:૧૦૫

આરોપીનો કેસ અપવાદમાં આવી જતો હોવાનું સાબિત કરવાનો બોજો

કોઇ વ્યકિત ઉપર ગુનાનો આરોપ મુકવામાં આવ્યો હોય ત્યારે તે કેસને ઇ.પી.કો ૧૮૬૦ ના કોઇ સામાન્ય અપવાદોમાં અથવા તે અધિનિયમના કોઇ બીજા ભાગમાં અથવા તે ગુનાની વ્યાખ્યા કરતા કોઇ કાયદામાં હોય તેવા ખાસ અપવાદ અથવા પરંતુકમાં લાવનારા સંજોગોનું અસ્તિત્વ સાબિત કરવાનો બોજો તે વ્યકિત ઉપર છે અને કોટૅ એવા સંજોગોનો અભાવ માની લેવો જોઇશે.

ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમ એ બતાવે છે કે (૧) આરોપી પર કોઇ આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે તેણે તેનો બચાવ કરવા (૨) તેનું કૃત્ય ફોજદારી કાયદાના અથવા કોઇ અન્ય કાયદા અન્વયે અપવાદ કે પરંતુકમાં આવે તેવા સંજોગો પેદા થયેલ (૩) જો આવા સંજોગો બતાવી ન શકાયા હોય તો કોટૅ એવું અનુમાન કરશે કે આવા સંજોગોનો અભાવ છે. ઇ.પી.કો કલમ ૮૪ થી ૧૦૬માં કૃત્યના સંજોગો બતાવી શકાય તો આરોપીને આરોા માંથી બચવાની તકો રહે છે. તેવી જ રીતે ઇ.પી.કો કલમ ૨૨૯ના બે પરંતુકમાં લાવવાથી આરોપીને બચવાના સંજોગો ઉત્પનન થાય છે. આ કલમનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે સ્વબચાવમાં કરેલુ કૃત્ય તે ગૂનો નથી.