
ખાસ કરીને જાણમાં હોય તે હકીકત સાબિત કરવાનો બોજો
કોઇ હકીકત ખાસ કરીને કોઇ વ્યકિતની જાણમાં હોય ત્યારે તે સાબિત કરવાનો બોજો તેના ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- કલમ ૧૦૧ જે વ્યકિત અમુક હકીકતોને પ્રતિપાદિત કરે છે તે હકીકતોને સાબિત કરવાનો બોજો તે વ્યકિત ઉપર છે પરંતુ અહીં કલમ ૧૦૬ કોઇ હકીકત ખાસ કરીને કોઇ વ્યકિતની જાણમાં હોય ત્યારે આ હકીકત સાબિત કરવાનો બોજો તે વ્યકિત ઉપર છે. આમ કલમ ૧૦૬ એ કલમ ૧૦૧ નો અપવાદ છે.
Copyright©2023 - HelpLaw