
ત્રીસ વષૅ દરમિયાન હયાત હોવાનું જેના વિશે જાણવામાં આવ્યું હોય તે વ્યકિતનું મૃત્યુ સાબિત કરવાનો બોજો
કોઇ વ્યકિત હયાત છે કે મૃત્યુ પામી છે એવો પ્રશ્ન હોય અને એવું દશાવવામાં આવે કે ત્રીસ વષૅ દરમ્યાન તે હયાત હતી તો તે મૃત્યુ પામી છે તે વાત સાબિત કરવાનો બોજો તે મૃત્યુ પામી હોવાનું પ્રતિજ્ઞાપૂર્વક કહેનારી વ્યકિત ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૧૧૪(ડી) પ્રમાણે વસ્તુઓ જે અસ્તિત્વમાં એક સમયે હતી તેનું અસ્તિત્વ ચાલુ છે એવું અનુમાન કરવામાં આવે છે અને આ અનુમાન ઉપર આ કલમ આધારિત છે. કલમ ૧૦૮ આ કલમ ૧૦૭નો પરંતુક છે એટલે આ બંને કલમો ૧૦૭ અને ૧૦૮ ની જોડે જોડે ચર્ચે કરવાનું વધારે ઉપયોગી થશે
Copyright©2023 - HelpLaw