સાત વષૅ સુધી જેના ખબરઅંતર ન મળ્યા હોય તે વ્યકિત હયાત છે એ વાત સાબિત કરવાનો બોજો - કલમ:૧૦૮

સાત વષૅ સુધી જેના ખબરઅંતર ન મળ્યા હોય તે વ્યકિત હયાત છે એ વાત સાબિત કરવાનો બોજો

પરંતુ જયારે કોઇ વ્યકિત હયાત છે કે મૃત્યુ પામી છે એવો પ્રશ્ન હોય અને સાબિત થયું કે હયાત હોત તો જે વ્યકિતઓને તેના ખબરઅંતર સ્વાભાવિક રીતે મળ્યા હોત તેમને સાત વષૅ સુધી તેના ખબરઅંતર મળ્યા નથી તો તે હયાત છે એવું સાબિત કરવાનો છે બોજો તે હયાત હોવાનું પ્રતિજ્ઞાપૂવૅક કહેનારી વ્યકિત ઉપર આવે છે. કલમ ૧૦૮ મૃત્યુના અનુમાન વિષેની કલમ બાબતેનું છે એનો અથૅ એ નથી થતો કે દરેક કેસમાં કલમ ૧૦૮ લગાડતી વખતે કલમ ૧૦૭ પણ હકીકતોને લાગુ પડતી હોય સાતવરસના સમયગાળાનું ઉદભવ સ્થાનઃ- આ સાત વરસની ઉદ્ગમ સ્થાનનો ઇતિહાસ ઈંગ્લેનડમાંથી પટા કરાર સાત વરસનો રાખવામાં આવતો હતો. સતરમી સદીમાં જયારે હયાત પત્નીએ બીજુ લગ્ન કરવાનો ગુનો કરવામાં આવ્યો હોય તો તેને સાત વરસની સજા કરવામાં આવતી. આવો જ સમયગાળો સરખામણીના રૂપમાં બીજા કેસોમાં પણ લગાડવામાં આવેલ છે. ઇંગ્લેન્ડમાં આવો કોઇ કાયદો ઘડેલો હોય તે અત્યારે હયાત નથી પરંતુ ન્યાયિક નિણૅયો-એ ભારપૂવૅક માની લીધું છે કે જયાં કોઇ કાયદો અસ્તિત્વમાં ન હોય ત્યાં અનુકૂળતાની દષ્ટિએ સાત વરસનો સમયગાળો હોવાનુ યોગ્ય લેખાશે