
ભાગીદારોના જમીનમાલિક અને ગણોતિયા મુખ્ય વ્યકિત અને એજન્ટના દાખલાઓમાં તેમના સંબંધ વિશે સાબિતીનો બોજો
અમુક વ્યકિતઓ ભાગીદારો જમીન માલિક અને ગણોતિયા અથવા મુખ્ય વ્યકિત અને એજન્ટ છે કે નહિ એવો પ્રશ્ન હોય અને એવું દશૅવવામાં આવ્યું હોય કે તેઓ એ રીતે વૉલા છે તો તેઓ પરસ્પર એવો સબંધ ધરાવતા નથી અથવા ધરાવતા બંધ થયા છે. એવું સાબિત કરવાનો બોજો પ્રતીજ્ઞાપૂવૅક એમ કહેનારી વ્યકિતઓ ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમ પણ કલમ ૧૧૪(ડી)ના અનુસંધાનમાં ઘડવામાં આવી છે. જયારે વ્યકિતલક્ષી સંબંધો કે કોઇ વસ્તુ અસ્તિત્વમાં હોવા અંગેનુ સાબિત થઇ ચૂકયું હોય તો કાયદો એવું માની લેશે કે આવા સંબંધ કે વસ્તુ અસ્તિત્વમાં છે જ પરંતુ કોઇ વ્યકિત એમ કહેતી હોય કે તે અસ્તિત્વમાં નથી અથવા તે અસ્તિત્વમાં હતા પરંતુ બંધ થયા છે તો આ બાબતને પુરવાર કરવાની જવાબદારી તે વ્યકિત ઉપર આવે છે. ઘટકો:- (૧) વ્યક્તિઓ ભાગીદાર જમીનમાલિક અને ગણોનીયા કે પ્રીન્સીપાલ અને એજન્ટના સબંધો છે તેવું દર્શાવેલુ હોવું જોઇએ અથવા તેઓ (૨) તે પ્રમાણે વર્તતા હોવા જોઈએ અને ત્યારબાદ જે વ્યકિત આ તેમની વચ્ચેના (૩) સંબંધો નથી કે (૪) તે બંધ થયા છે તો તે સાબિત કરવાની જવાબદારી આ સંબંધો નથી તે કહેનાર વ્યકિતની છે. ટિપ્પણી:- કલમના બે ભાગઃ- આ કલમ બે ભાગમાં વહેચાયેલી છે પહેલા ભાગમાં એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે કે પક્ષકારો ભાગીદાર વગેરે છે ત્યારે જે વ્યક્તિ કહેતી હોય કે તેઓ ભાગીદાર નથી તો આ બાબત સાબિત કરવાનો બોજો તે વ્યકિત બોજો તે વ્યકિત ઉપર આવે છે. બીજો ભાગ જે અગત્યનો ભાગ છે કે તેઓ ભાગીદાર વગેરે શ્રી બંધ થઇ ગયેલા છે તો આવું કહેનાર વ્યકિત ઉપર આની સાબિતીનો બોજો આવે છે. પરંતુ સાથે સાથે એ પણ પૂરવાર થઇ જાય છે કે ભાગીદારી વગેરે અસ્તિત્વમાં હતી અને જેવું આ અસ્તિત્વની બાબત આવે છે ત્યાં જ અનુમાન થાય છે કે આ અસ્તિત્વવાળા સબંધો કે વસ્તુ ચાલુ જ છે એટલે તે અસ્તિત્વમાં નથી એમ કહેનાર વ્યકિત ઉપર આ સાબિત કરવાનો પુરાવાનો બોજો આવે છે આ અસ્તિત્વની હકીકતો જોઇન્ટ હિન્દુ ફેમીલીમાં પણ ઘણા કોર્ટના ફેંસલાઓમાંથી પણ વિદિત થાય છે. આવું જ અનુમાન આ અન્ય સંબંધો જે આ કલમમાં બતાવેલા છે તે અંગે પણ કરાયુ છે.
Copyright©2023 - HelpLaw