માલિકી વિશે સાબિતીનો બોજો - કલમ:૧૧૦

માલિકી વિશે સાબિતીનો બોજો

જે વસ્તુ કોઇ વ્યકિતના કબ્જામાં હોવાનુ દશૅાવાવમાં આવ્યું હોય તેના તે માલિક છે. કે નહિ એ પ્રશ્ન હોય ત્યારે તે તેનો માલિક નથી એવું સાબિત કરવાનો બોજો તે માલીક નથી એમ પ્રતીજ્ઞાપૂવૅક કહેનારી વ્યકિત ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- કબજો રાજા છે કબજો સર્વોપરી છે એ સિધ્ધાંત ઉપર આ કલમની રચના કરવામાં આવેલી છે. જે વ્યકિત કોઇ મલિકતનો કબજેદાર હોય તો તે વ્યકિત તે મિલકતનો માલિક છે અને તે મિલકત કાયદેસર રીતે માલિકીપણાથી ધરાવે છે તેવું અનુમાન થાય છે સિવાય કે આવું અનુમાન યોગ્ય પુરાવાઓ દ્રારા નકારવામાં આવ્યું હોય. ઘટકોઃ- (૧) કોઇ વસ્તુ કોઇ વ્યકિતના કબજામાં હોવી જોઇએ (૨) આ વસ્તુનો તે માલિક છે તેવું જયાં સુધી વિરૂધ્ધના પુરાવા ન અપાય ત્યાં સુધી માનવામાં આવે છે. (૩) જે વ્યકિત કહેતો હોય કે કબજો ધરાવનાર તેનો માલિક નથી તેણે તેની સાબિત કરવાનો બોજો છે.