
એક પક્ષકાર સક્રિય વિશ્ર્વાસ ધરાવતો હોય ત્યારે વ્યવહારની શુધ્ધબુધ્ધિની સાબિતી
એક પક્ષકાર બીજા પક્ષકારનો સક્રિય વિશ્વાસ ધરાવતો હોય એવા પક્ષકારો વચ્ચે થયેલા વ્યવહારમાં શુધ્ધબુધ્ધિ વિશે પ્રશ્ન હોય તથા તે વ્યવહારમાં સક્રિય શુધ્ધબુધ્ધિ સાબિત કરવાનો બોજો સક્રિય વિશ્ર્વાસ ધરાવતા પક્ષકાર ઉપર છે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમ વિશ્ર્વાસ ની બાબત ઉપર નીજૅર છે. એક વ્યકિત કોઇ બીજી વ્યકિત ઉપર સક્રીય વિશ્વાસ ધરાવતી હોય અને આ કસિય વિશ્વાસને આધારે બીજી વ્યકિત સાથે કોઇ વ્યવહાર કરે તો આ વ્યવહારની શુધ્ધબુધ્ધિ સાબિત કરવાનો બોજો તે બી વ્યક્તિ ઉપર છે. તેવી જ રીતે પુત્ર પોતાના પિતા ઉપર સક્રિય વિશ્વાસ ધરાવી કોઇ જ વ્યવહાર કરે છે. એટલે આ કેસમાં વ્યવહારની શુઘ્ધબુધ્ધિની સાબિતીનો બોજો પિતા પર આવે છે આ કલમનો મૂળ ઉદ્દેશ્ય જે વ્યક્િત બીજી વ્યકિત ઉપર સક્રિય વિશ્વાસ ધરાવતી હોય તે વ્યકિતએ આવી વિશ્ર્વાસ ધરાવતી વ્યકિત સાથેના વ્યવહારનો ખોટો લાભ ઉઠાવવો જોઇએ નહી તે છે. આમાં બે શબ્દસમૂહો સક્રીય વિશ્વાસ અને શુધ્ધબુધ્ધિ ચર્ચામાં છે. (૧) એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એવા સંબંધો ધરાવતી હોવી જોઇએ કે તે વ્યકિતએ બીજી વ્યકિત ઊર વિશ્ર્વાસ રાખવાનું થાય. (૨) આ વિશ્ર્વાસ સક્રિય વિશ્ર્વાસ હોવો જોઇએ. (૩) જેના ઉપર આ સક્રિય વિશ્ર્વાસ રાખવામાં આવ્યો હોય તેની સાથે કોઇ વ્યવહાર થયેલો હોવો જોઇએ. (૪) આ વ્યવહારમાં થયેલી શુધ્ધબુધ્ધિનો સવાલ જો ઉઠે તો તેની સાબિતીનો બોજો આ બીજી વ્યકિત કે જેના ઉપર સક્રિય વિશ્ર્વાસ રાખવામાં આવે છે તેના ઉપર છે.
Copyright©2023 - HelpLaw