
કેટલાક ગુનાઓનું અનુમાન કરવા બાબત
(૧) જયારે કોઇ વ્યકિત પેટા કલમ (૨)માં જણાવ્યા પ્રમાણે આરોપી હોય તેમાં (એ) અવ્યવસ્થા નિયંત્રિત કરવા તથા જાહેર વ્યવસ્થાની પુનઃસ્થાપના જાળવવા માટેની જોગવાઇ કરતા તેવા કોઇ કાયદા હેઠળ તેવા કોઇ વિસ્તાર અશાંતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરાયેલો હોય અથવા (બી) એવા કોઇ વિસ્તારમાં જેમાં એક મહિના કરતા વધારે સમયથી જાહેર શાંતિને ખલેલ પહોંચી હોય અને એવું દશૅાવવામાં આવે કે આવી વ્યકિત આવા વિસ્તારમાં હતી કે જયાંથી જાહેર વ્યવસ્થાને જાળવવાની ફરજ સોંપાયેલી હોય તેવી ફરજ બજાવતા કોઇ દળો કે સશસ્ત્ર દળો પર હુમલો કરવા કે તેમને અટકાવવા માટે તે સ્થળ ઉપર અથવા તે સ્થળેથી ફાયર આર્મ્સ કે એમ્પ્લોઝિવ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે એવું માનવામાં આવશે કે આવી વ્યકિતએ આવો ગુન્હો કરેલ છે સિવાય કે તેથી વિરૂધ્ધ દર્શાવવામાં આવે. કલમ (૧)માં ઉલ્લેખાયેલા ગુન્હાઓ નીચે પ્રમાણે છે જેમ કે (એ) ભારતીય ફોજદારી ધારો (સન ૧૮૬૦ નો (૨) પેટા – ૪૫મો) ની કલમ ૧૨૧ કલમ ૧૨૧-એ કલમ ૧૨૨ અથવા કલમ ૧૨૩ હેઠળનો ગુન્હો (બી) ભારતીય ફોજદારી ધારો (સન ૧૮૬૦નો ૪૫મો) ની કલમ ૧૨૨ અથવા કલમ ૧૨૩ હેઠળના ગુન્હા અંગે ગુનાહિત કાવતરૂં અથવા કોશિષ કે મદદગારી ઉદ્દેશ્ય:- આ કલમ (આતંકવાદીથી અસર પામેલા વિસ્તારો) (સ્પેશીયલ કોટૅ) એકટ ૧૯૮૪ થી સંપાદિત કરવામાં આવી છે અને આમાં ચોકકસ ગૂનાઓ અંગેના અનુમાનો કરવામાં આવેલા છે. આ આતંકવાદ ૧૧મી સપ્ટેમ્બરે ચરમસીમા ઉપર પહોંચી ગયો હતો અને ત્યારબાદ આપણી પાલૅમેન્ટ પ્રીવેન્શન ઓફ ટેરરીસ્ટ એક ૨૦૦૨ પસાર કર્યું । છે. આ કલમ અનુસાર વિસ્તાર અશાંત જાહેર કરેલો હોવા જોઇએ. (૨) આ અશાંત વિસ્તારમાં એક મહિનાથી વધુ સમય માટે (૧) કોઇ અશાંતિ પ્રવર્તતી હોવી જોઇએ. (૩) આ અશાંત વિસ્તારની વ્યવસ્થા સંભાળવા સશસ્ત્ર દળોનો ઉપયોગ થયો હોવો જોઇએ. (૪) આવા વિસ્તારમાં અગ્નિ શસ્ત્ર અને સ્પોટક પદાથી એક સ્થળેથી બીજે સ્થળે લઇ જવાતા હોવા જોઇએ. (૫) સશસ્ત્ર દળો ઉપર હુમલાના પ્રસંગો બનવા જોઇએ. (૬) આવા સંજોગોમાં કોઇ ચોકકસ વ્યકિત તેવા વિસ્તારમાં હતી એવું માલુમ પડી આવે તો તે વ્યકિતએ. ઇ.પી.કો કલમ ૧૨૧ મુજબ ભારત સરકાર સામે લડાઇ કે તેની કોશિષ અથવા તેનું દુષ્પ્રરણ કલમ ૧૨૧-એ કલમ ૧૨૧ મુજબના શિક્ષાને માત્ર ગૂના કરવાનું કાવતરૂં કલમ ૧૨૨ ભારત સરકાર સામે લડાઇ કરવાના ઇરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા બાબતનો ગૂનો કલમ ૧૨૩ લડાઇની યોજનામાં સરળતા કરી આપવાના ઇરાદાથી તે છુપાવવાની બાબત અંગે ગૂનાઓમાં સંડોવણી થયેલી છે કે કવાતરૂ કરેલ છે કે કોશિષ કરી છે કે મદદગારી કરી છે એવું જયાં સુધી વિરૂધ્ધનુ સાબિત ન થાય ત્યાં સુધી માની લેવામાં આવશે.
Copyright©2023 - HelpLaw