પરિણિત સ્ત્રી દ્રારા આપઘાતની કોશિષ સંબંધી માની લેવા બાબત - કલમ:૧૧૩(એ)

પરિણિત સ્ત્રી દ્રારા આપઘાતની કોશિષ સંબંધી માની લેવા બાબત

સ્ત્રી દ્રારા આપઘાત કરવામાં તેના પતિએ અથવા તેણીના પતિના કોઇ સગાએ મદદગારી કરી હતી અને એવુ દશૅ ાવવામાં આવે કે તેણીના લગ્નની તારીખથી સાત વષૅની મુદતની અંદર તેણેએ આપઘાત કર્યું । હતો અને તેણીના પતિ અથવા તેણીના પતિના આવા સગાએ આવું ઘાતકી કૃત્ય કરવા તેને ફરજ પાડી હતી તો અદાલત કેસના બીજા સંજોગોને ધ્યાનમાં લઇને એવું અનુમાન કરી શકશે કે આવો આપઘાત કરવામાં તેણીના પતિ અથવા તેણીના પતિના આવા સગાએ મદદગારી કરી હતી. સ્પષ્ટીકરણ - આ કલમના હેતુઓ માટે ઘાતકી કૃત્ય અથવા ક્રુરતા તો ઇન્ડિયન પીનલ કોડ (સન ૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૪૯૮-એ માં જે અથૅ આપ્યો છે તે જ થશે ઉદ્દેશ્ય અને પોં-- સામાન્ય રીતે આવા ગુનાઓ ઘરની ચાર દિવાલોમાં અને ગુપ્તતાપૂવૅક કરવામાં આવતા હોય છે એટલે ઘટના અંગે પુરાવા મેળવવા મુશ્કેલ બની જાય છે. આ કારણે આવી બાબતોમાં કોટૅ સ્ત્રીએ આપઘાત કર્યું। હોય તો તેના પતિ કે સગાંવહાલાએ મદદગારી કરી છે એવું ન્યાયાલય માની લે છે ન્યાયાલયે કેસના અન્ય સંજોગો પણ ધ્યાનમાં લેવાના હોય છે અને ત્યાર બાદ જ તેમની વિવેક બુધ્ધિ અનુસાર આવું અનુમાન કરવાનું થાય છે. એ કારણે કાયદાની કલમમાં May શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઘટકોઃ- (૧) પરિણીત સ્ત્રીએ લગ્નગાળાના સાત વરસની અંદર આપઘાત કરેલો હોવ જોઇએ. (૨) આ સ્ત્રી ઉપર તેના પતિ કે પતિના સગાવહાલાએ ક્રૂરતા આચરી હોવી જોઇએ. ( આ ક્રુરતાની વ્યાખ્યા ઈ.પી.કો કલમ ૪૯૮-એ છે.) (૩) આ બબતે કોટૅ અન્ય સંજોગોને પણ ધ્યાનમાં લઇ અનુમાન કરશે કે પતિ અને તેના સગાવ્હાલાએ આ સ્ત્રીને આપઘાત કરવા ઉપસાવી છે. (૪) કલમ ૧૧૩-બી માં મરણ પહેલા Soom Before શબ્દ જે કલમમાં વપરાયો છે તે અહીં વપરાયેલો ન હોઇ સાત વરસના ગાળાને સમય ગણવામાં આવે