દાયજા બદલ મૃતયુ સંબંધી અનુમાન - કલમ:૧૧૩(બી)

દાયજા બદલ મૃતયુ સંબંધી અનુમાન

કોઇ વ્યકિતએ સ્ત્રીનુ દાયજા બદલ મૃત્યુ નીપજાવ્યુ છે કે કેમ તેવો કોઇ પ્રશ્ન હોય અને એવું દશૅાવવામાં આવ્યુ હોય કે આવી સ્ત્રીના મૃત્યુની તરત પહેલા આવી વ્યકિત દ્રારા દાયજાની માંગણી માટે અથવા તેના સબંધમાં ક્રૂરતા આચરવામાં આવી છે અથવા ત્રાસ આપવામાં આવ્યો છે તો કોટૅ એવું અનુમાન કરી શકશે કે આવી વ્યકિતએ દાયજા બદલ મૃત્યુ નીપજાવ્યુ છે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે દાયજા બદલ મૃત્યુ નો ઇન્ડિયન પીનલ કોડ (સન ૧૯૬૦ના ૪૫માં) ની કલમ ૩૪(બી)માં જે અર્થ કરવામાં આવ્યો છે તે જ અર્થ થશે. ઉપ અને ઘટકો પતિ અને ાસુર પક્ષ દ્રારા મગાતી ડાવરી અને કેટલાક કેસોમાં આ ડાવરી જે લગ્ન પહેલાની લગ્નસમયની અને લગન થાય પછી ગમે તે સમયની હોય છે, અને તેને સંતોષ આપવા સ્ત્રીના પિતૃપક્ષ માટે મુશ્કેલ થતા પતિ સગાંવ્હાલા દ્રારા પત્ની ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે. અને આ ત્રાસના કારણે સ્ત્રી બળી મરે છે એક અકુદરતી રીતે પોતાનું જીવન ટુંકાવી દે છે જેને ડાવરી ડેથ કહે છે, પુરાવાઓ ન મળી આવવાના કારણે આવા કેસોમાં કોર્ટે કાયદાકીય અનુમાન કરવાનુ થાય છે કે આ ડાવરી ડેથના જવાબદાર વ્યકિતનો પતિ અને પતિના સગાઓ છે. ઘટકો:- (૧) લગ્નગાળાની સાત વરસની અંદર સ્ત્રીનુ અકુદરતી મૃત્યુ થયું હોવું જોઇએ. (૨) પતિ એ તેમના સગાંઓએ ડાવરી માંગવાને કારણે અને ડાવરીની માંગણી પૂરી ન થતા પતિ અને તેના સગાંઓ આ સ્ત્રી પ્રત્યે અત્યાચાર ગુજારતા હોવા જોઇએ. (૩) અત્યાચાર ગુજાયૅ કે હેરાનગતિ કયૅ । પછી તુરંત જ આ સ્ત્રીનુ મૃત્યુ થયેલું હોવું જોઇએ. (૪) આમ થતા કોટૅ કાયદાકીય અનુમાન કરશે કે આ ડાવરીડેથ છે. (૫) આ મૃત્યુ ડાવરીની માંગણી સબંધ હોવું જોઇએ. (૬) ક્રૂરતા (અત્યાચાર) નો અર્થ ઇ.પી.કો કલમ ૪૯૮-એ મુજબનો જ છે.