
કેટલીક હકીકતોનું અસ્તિત્વ અદાલત માની લઇ શકશે
અમુક કેસની હકીકતો પરત્વે કુદરતી બનાવો માનુષી વર્તન અને જાહેર ખાનગી કામકાજના સ્વાભાવિક ક્રમને ધ્યાનમાં લેતા જે હકીકત બની હોવાનો સંભવ છે એમ પોતે માને તેનું અસ્તિત્વ અદાલત માની લઇ શકશે. ઉદ્દેશ્ય:- આ કલમ એ એક સવૅ તમ કલમ છે જેમા વ્યકિતની વર્તણૂકને આધાર માનવામાં આવેલો છે. તે એ બાબતોને સંબોધે છે કે જેને કોટૅ માની શકે. અનુમાન એ કાયદા દ્રારા માન્ય કોઇ હકીકત નિષ્કષૅ કરવાનો જરિયો છે. કોટૅ કોઇ હકીકતનું અસ્તિત્વ છે તે પ્રથમ સાબિતી દ્રારા માનવાનું છે આ અસ્તિત્વ હોવાની હકીકત ઉપરથી બીજી હકીકત અસ્તિત્વમાં હોવાનો નિષ્કષૅ કરવાનો થાય છે. આવી નિષ્કષૅ કરાયેલી હકીકત જયાં સુધી ના – સાબિત થતી નથી ત્યાં સુધી તે અસ્તિત્વમાં છે માની લેવાશે હકીકત બાબતેનું અનુમાન એ કોઇ વસ્તુના અસ્તિત્વ પરથી બીજી વસ્તુઓ કે જે શંકા પડતી હોય તેનો નિષ્કર્ષ કાઢવો તે છે, જયારે સાબિત થયેલી એક પ્લેકીન ઉપરથી બીજી હડીકનોનું અસ્તિત્વ હોવાનો કોટે તર્કની રીતે કાઢવાનો નિષ્કર્ષે છે. કોર્ટે આ બાબતે કારણો રજૂ કરે છે અને છેવટે હકીકત ખૂબ જ પ્રબળ અસ્તિત્વમાં હોવાનો નિષ્કષૅ કાઢે છે. આ સિધ્ધાંત ભારતની કોટૅ માં કલમ ૧૧૪ દ્રારા ઉપયોગમાં લેવાયો છે. આ કલમ કોટૅને કોઇ વસ્તુનું અસ્તિત્વ હોવા અંગે અનુમાન કરવાની સતા આપે છે અને આ અનુમાન કરતી વખતે કોટૅ કુદરતી બનાવો માનુષી વતૅન અને જાહેર તેમજ ખાનગી કામકાજના સ્વાભાવિક ક્રમને ધ્યાનમાં રાખવાનો થાય છે. આ કલમ ફરિયાદીપક્ષને આરોપી વ્યાજબી શંકાથી પર ગુનો સાબિત કરવામાંથી મુકિત આપતી નથી. પરંતુ આ કલમ એવા કેસોને પણ લાગુ પડશે કે જયાં ફરિયાદી પો કોઇ હકીકત સાબિત કરી હોય અને તેના આધારે કોર્ટે બી બાબત અસ્તિત્વમાં હોવાનો વ્યાજબી નિષ્કષૅ કરી શકે. સિવાય કે આ બાબતે આરોપીને ખાસ જાણકારી હોય અને તેણે આ બાબતે કોર્ટને કોઇ સ્પષ્ટીકરણ કર્યુ હોય જેનાથી કોર્ટ બીજો નિષ્કર્ષે કારી શકે.
Copyright©2023 - HelpLaw