
બળાત્કારની અમુક ફરિયાદોમાં સંમતિના અભાવ વિશે માની લેવા બાબત
ઇન્ડિયન પીનલ કોડ (સન ૧૮૬૦ ના ૪૫માં) ની કલમ ૩૭૬ની પેટા કલમ (૨)ના ખંડ
(એ) અથવા ખંડ (બી) અથવા ખંડ (સી) અથવા ખંડ (ડી) અથવા ખંડ (ઇ) અથવા (એફ) હેઠળ બળાત્કારની ફરિયાદમાં આરોપીએ કરેલ સંભોગ સાબિત થાય અને જેના ઉપર બળાત્કાર થયો હોવાનું કહેવાતું હોય તે સ્ત્રીના સંમતિ સિવાય થયો છે કે કેમ તેવો પ્રશ્નન હોય અને તેણી અદાલત સમક્ષ પોતાની જુબાનીમાં એવુ જણાવે કે તેણે સંમતિ આપી નહોતી તો અદાલત એવું માની લેશે કે તે સંમતિ આપી નહોતી. સ્પષ્ટીકરણ:- આ કલમમાં બળાત્કાર નો અથૅ ઇ.પી.કોડની કલમ ૩૭૫ના ખંડો (એ) થી (સી) માં દર્શે ।વ્યો છે તે થશે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- બળાત્કારના ઘણા કેસોમાં આરોપીઓને રાજા ન થતા ક્રીમીનલ લો (એમેન્ડમેન્ટ) એકટ ૧૯૮૩ (૩ ઓફ ૧૯૮૩) તા-૨૫-૧૨-૮૩ ની અસરથી આ કલમ મૂકવામાં આવેલી છે અને સ્પષ્ટીકરણ ૨૦૧૩ ના સુધારામાં ઉમેરવામાં આવ્યુ છે. કારણ કે આ બળાત્કારના કેસોમાં કોઇ સાક્ષી મળી શકતા નથી અને આ કારણે આવા કેસો ફરિયાદી પક્ષ દ્રારા યોગ્ય શંકાથી પર સાબિત કરવા મુશ્કેલ પડી જાય છે એટલે આ અનુમાન આપણા વિધાનમંડળે ઉમેર્યું છે. પુરાવાના સિધ્ધાંત પ્રમાણે બળાત્કારની ભોગ બનનાર મહિલાની જુબાની જે ઘાયલ સાક્ષીની જુબાનીની સમકક્ષ ગણાય છે અને આવા પુરાવા સારામાં સારા પુરાવા ગણવામાં આવે છે કારણ કે આવી જુબાનીઓ દ્રારા જે ખરેખર ગુનેગાર છે તેને છટકવું મુશ્કેલ બની જતુ હોય છે બળાત્કારના કેસોમાં આ કારણે ભોગ બનનાર વ્યકિતની જુબાનીને ખૂબ જ વજૂદ આપવાનું થાય છે. અને અનુમોદિત પુરાવાની જરૂર રહેતી નથી મારામારીના કેસમાં તો અનુમોદિત પુરાવો મળી શકે પરંતુ બળાત્કારના કેસમાં તે લગભગ અશકય જ છે. ઘટકોઃ- (૧) આ કલમ અનુસાર બળાત્કાર સાબિત થયેલો હોવો જોઇએ. (૨) ભોગ બનનારે સંમતિ આપી હતી કે કેમ તેનો પ્રશ્ન ઊભો થાય. (૩) ત્યારે ભોગ બનનાર કોટૅ સમક્ષ એવું જણાય કે તેણીએ સંમતિ આપી ન હોતી. તો કોટૅ એવું અનુમાન કરશે કે ભોગ બનનારે આવી સંમતિ આપી ન હતી. (નોંધ:- ૧૬ વષૅની ન નીચેની ઉંમરની સ્ત્રીની સંમતિનો પ્રશ્ન ઊભો થતો નથી.
Copyright©2023 - HelpLaw