વિબંધન અથવા પ્રતિબંધ - કલમ:૧૧૫

વિબંધન અથવા પ્રતિબંધ

પોતાના એકરાર કૃત્ય કે કાપેલોપથી એક વ્યકિતએ બીજી વ્યક્તિને એક વાત સાચી હોવાનું ઇરાદાપૂર્વક મનાવ્યુ હોય અથવા માનવા દીધું હોય અને એવી માન્યતા મુજબ વતૅવા દીધેલ હોય ત્યારે તેની અને તે બીજી વ્યકિત કે તેના પ્રતિનિધી વચ્ચેના કોઇ દાવા કે કાયૅવાહીમાં તેને કે તેના પ્રતિનિધિને એ ♠ ♠ ♠કીકત સાચી હોવાનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ. ઉદ્દેશ્ય અને ઘટકોઃ પ્રતિબંધ શબ્દને તે ફ્રેચ શબ્દ estoup માંથી ઉત્પન્ન થયો છે જેનો અથૅ shut the mouth એટલે કે મોઢું બંધ રાખો એવું થાય છે. દરેક કાયદાનો હેતુ ન્યાય આપવાનો હોય છે. પરંતુ ઘણી વખત ચુસ્ત રીતે આવો કાયદો લાગુ પડાતા અન્યાય થવાનો ભય ઊભો થાય છે અને આવા સંજોગોમાં ન્યાયશાસ્ત્રનો સમનતાનો સિધધાંત આવા અન્યાયને રોકવા કાયૅરત થાય છે પ્રતિબંધ સમાનતાના સિધ્ધાંત ઉપર આધારિત આવો એક હેતુ છે જે કાયદાકીય પ્રથાઓથી અલગ જઇ ન્યાય અપાવે છે દરેક સમાજમાં એવું માનવામાં આવે છે કે જયારે વ્યકીત કોઇ કથન કહે ત્યારે તે જે કથન કહે તેના પરીણામ માટે જવાબદાર હોવો જોઇએ જેમ જેમ કાયદો વિકસતો ગયો ત્યારે આ પ્રતિબંધને કાયદાની રીતીનો એક ભાગ માનવામાં આવ્યો જો કે હજુ સુધી આ શબ્દનુ કાયદા તરીકે નું સંહિતાકરણ થયું નથી. એટલે પ્રતિબંધ ચોકકસ સ્થિતિઓમાં અન્યાય રોકવા માટે કોટૅ । દ્રારા ઉપયોગ કરાય છે. ઘટકોઃ- (૧) કોઇ રજૂઆત કરવામાં આવી હોવી જોઇએ (૨) આ રજૂઆત એવા ઇરાદાથી કરેલી હોવી જોઇએ કે તેના ઉપર આગળ કોઇ કૃત્ય કરવામાં આવે. (3) આવી કરેલી રજૂઆત ઉપર આગળ કૃત્ય થયેલુ હોવું જોઇએ (૪) જે વ્યકિત સમક્ષ આ રજૂઆત કરવામાં આવી હોય તે વ્યકિતને આ બાબત હાનિકારક હોવી જોઇએ. આમાં આ પ્રતિબંધનો સિધ્ધાંત માત્ર રજૂઆત થી અમલમાં આવતો નથી. પરંતુ આ રજૂઆત પછી સામી વ્યકિત દ્વારા આગળ કોઇ કૃત્ય કરેલું હોવું જોઇએ જેને તે હાનિકારક હોય. આમ થાય ત્યારે જ આ પ્રતિબંધનો સિધ્ધાંત લાગુ પડે છે.