
ભાડૂત ને અને કબજેદાર વ્યકતિના લાઇસન્સદારને વિબંધન
સ્થાવર મિલકતના કોઇ ભાડૂતને અથવા તેની મારફત મળેલા હક ઉપરથી દાવો કરનારી વ્યકિતને ભાડૂત હક ચાલુ હોય તે દરમ્યાન તે ભાડૂતના ઘરધણીને ભાડૂત હક શરૂ થયો છે તે સમયે તે સ્થાવર મિલકત પરત્વે હક હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ અને કબ્જેદાર વ્યકિતના લાઇસન્સથી કોઇ સ્થાવર મિલકત તે ઉપયોગમાં લેના કોઇ વ્યકિતને તે લાઇસન્સ આપવામાં આવ્યું તે સમયે તે કબજેદાર વ્યકિતને એવા કબજા હક હતો એ વાતનો ઇન્કાર આપવામાં આવ્યું તે સમયે તે કબજેદાર વ્યકિતને એવા કબજા હક હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ. ઉદ્દેશ્ય:- આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જયારે કોઇ મિલકત ભાડા ઉપર ભાડૂઆત દ્વારા લેવામાં આવે ત્યારે આ મિલકતની માલિકી બાબતે અને અન્ય કો દ્રારા જે ચકારાણી કરવી હોય તો ભાડૂત થતા પહેલા કરી લેવી. તેવી જ રીતે જે વ્યકિતએ સ્થાવર મિલકતના કોઇ કબજેદાર પાસેથી આ મિલકત ઉપયોગની મંજૂરી લાયસન્સ ઉપર લીધી હોય તો લાયસન્સદારે આ લાયસન્સ લેતાં પહેલા જ એ ચકાસણી થાય છે કે જે કબજેદાર પાસેથી તેમણે મિલકત ઉપયોગ કરવું લાયસન્સ લીધુ છે તે કાયદેસરના કબજેદાર છે કે નહિ પાછળથી તેઓ સ્થાવર મિલકતના માલિક નથી કે કાયદેસરના કબજેદાર નથી એ વાંધો ચાલી શકશે નહી. અને આ કાયદાની કલમ દ્રારા પાછળ આવા વાંધા વચકા લેવા સામે પ્રતીબંધ ઊભો કરાયો છે. ઘટકોઃ- (૧) સ્થાવર મિલકત ભાડુઆતે માલિક પાસેથી ભાડે લોલ હોવી જોઇએ. (૨) તેવી જ રીતે કબદાર પાસેથી મિલકતના ઉપયોગ અંગે લાયસન્સદારે તે લાયસન્સ ઉપર લીધેલી હોવી જોઇએ. (૩) ભાડૂત કે તે તેનો પ્રતિનિધિ ત્યાર બાદ સ્થાવર મિલકત આપનારને તે આપવામાં હકક નહતો તેવો વાંધો લેવો જોઇએ અને દાવો કરવો જોઇએ. (૪) તેવી જ રીતે લાયસન્સદાર કે તેના પ્રતિનિધિએ મજેદાર સામે તે યોગ્ય કબજો ધરાવતો ન હતો તેવો વાંધો લેવો જોઇશે અને દાવો કરવો જોઇશે. (૫) આવા સંજોગોમાં ભાડુઆત સામે સ્થાવર મિલકતના માલિકના હક પરત્વેનો વાંધો અને લાયસન્સદારના કબજેદારના હક પરત્વેની વાંધા સામે પ્રતિબંધ લાગે છે.
Copyright©2023 - HelpLaw