વિનિમયપત્ર સ્વીકારનારને નિક્ષેપધારીને કે લાઇસન્સદારને વિબંધન
વિનિમયાત્રના કૌઇ સ્વીકારનારને તે લખી આપનારને લખવાનો કે તેના ઉપર શેરો કરવાનો અધિકાર હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામાં આવશે નહિ. તેમ જ કોઇ નિક્ષેપધારી અથવા લાઇસન્સદારને તેના નિક્ષેપક અથવા લાઇસન્સ આપનારને નિક્ષેપ અથવા લાઇસન્સ શરૂ થયું ત્યારે તે નિક્ષેપ કરવાનો કે લાઇસન્સ આપવાનો અધિકાર હતો એ વાતનો ઇન્કાર કરવા દેવામા; આવશે નહિ. સ્પષ્ટીકરણ:-૧ જેણે તે લખેલું હોવાનું અભિપ્રેત થતુ હોય તે વ્યકિતએ ખરેખર તે વિનિમયપત્ર લખ્યું છે એ વાતનો વિનિયમયપત્ર સ્વીકારનાર ઇન્કાર કરી શકશે સ્પષ્ટીકરણ:-૨ કોઇ નિક્ષેપધારી નિર્લેપ કરેલા માલની નિક્ષેપક સિવાયની વ્યકિતને ડિલિવરી આપે તો એ વ્યકિતને નિક્ષેપકની વિરૂધ્ધ તે માલ પરત્વે ક હતો એમ તે સાબિત કરી શકશે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમ ૧૧૬નો આગળનો ભાગ છે. અને કલમમાં મકાન માલિક અને ભાડુઆતની જગાએ બીજી ત્રણ બાબતેને આવરી લેવાઇ છે. (૧) વિનિમયપત્ર લખનાર અને સ્વીકારનાર (૨) બેંકલી (નિક્ષેપધારી અને બેઇલર (નિક્ષેપ) (૩) લાયસન્સ આપનાર અને લાયસન્સદાર આ કલમમાં (૧) વિનિમય જે સ્વીકારે (દા.ત. બેંક) ને આ વિનિમય પત્ર લખવાનો કે શેરો કરવાનો અધિકાર નથી તેમ ન કહી શકે. હા સહી બાબતે અન્ય કોઇ ત્રુટિ બાબતે તે જણાવી શકશે તેવી જ રીતે બેઇલીને (નિક્ષેપધારી) જે તે બેઇલરને (નિક્ષેપક) બેઇલમેન્ટ (નિક્ષેપ) આવવાનો અધિકાર છે તેનો ઇન્કાર નહીં કરી શકે. તેજ પ્રમાણે લાયસન્સદાર લાયસન્સ આપનારને આવું લાયસન્સ આપવાનો અધિકાર છે તે બાબતનો ઇન્કાર કરી શકશે નહી. પરંતુ જો બેઇલી (નિક્ષેમધારી) જો માલસામાન નિક્ષેપક સિવાયની અન્ય કોઇ વ્યક્તિને પહોંચાડે તો ને બેલી (નિક્ષેપારી) ને તે વ્યકિતની આ માલસામાન સ્વીકારવાનો હક હતો એવું સાબિત કરવાનું થાય છે. આમ બીલ બનાવનાર અને સ્વીકારનાર તેમજ બેઇલર અને બેઇલી તથા લાયસન્સદાર અને લાયસન્સ આપનાર એક એવા બંધનમાં આવે છે કે તેમાંથી વિચલિત થતા આ કલમમાં જણાવેલ પ્રતિબંધ તુરંત જ તેમને આડે આવે છે. વિનિમય પાત્રની બાબત નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં આવરી લેવામાં આવ્યુ છે જયારે બેઇલમેન્ટ અને લાયસન્સની બાબતો ભારતીય કરારમાં આવરી લેવાઇ છે.
Copyright©2023 - HelpLaw