
કોણ સાક્ષી આપી શકે ?
તમામ વ્યકિતઓ સાક્ષી આપવની ક્ષમતા ધરાવે છે સિવાય કે અદાલતને એવું લાગે છે કે તેઓ કુમળી વય અતિવૃધ્ધાસ્થા માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઇ કારણે તેમને પૂછતા પ્રશ્નનો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી. સ્પષ્ટીકરણઃ- પાગલ વ્યકિત સાક્ષી આપવા માટે સક્ષમ નથી, સિવાય કે તેના પાગલપણાને કારણે તેને પૂછેલા પ્રશ્નોને સમજી શકે તેમ ન હોય અને તેના સમજપૂવૅકના જવાબો આપી શકે તેમ ન હોય ઉદ્દેશ્ય અને ઘટકોઃ- પુરાવાના નિયમ પ્રમાણે કોઇ પણ હકીકત સાબિત કરવા મુખ્યતવે બે જાતના પુરાવા કોટૅ સમક્ષ આવતા હોય છે. (૧) દસ્તાવેજી અને (૨) મૌખિક પુરાવા આ મૌખિક પુરાવા અંગે પ્રકરણ-૪ માં ચર્ચ । કરવામાં આવેલી છે. અને કલમ ૬૦ આ બાબતે સાક્ષીઓના મૌખિક પુરાવાઓ આપવા બાબતે અગાઉ રજૂ કરેલી જ છે અહીં જે મૌખિક પુરાવો આપવા સાક્ષીઓની ચચૅ કરવામાં આવી છે તે સાક્ષીની એક વ્યકિત તરીકેની યોગ્યતા અંગેની છે. આ કલમમાં જણાવ્યા પ્રમાણે કોર્ટમાં પૂછાયેલા પ્રશ્નો જે વ્યકિત સમજીને તેનો જવાબ આપે અથવા સમજપૂવૅકનો જવાબ આપે તે તમામ વ્યકિતઓ યોગ્ય સાક્ષીઓ છે. ઘટકોઃ- (૧) દરેક વ્યકિત કે જેમને પૂછેલા પ્રશ્નો તે સમજી શકે અથવા તેના સમજણપૂર્વક જવાબ આપી શકે તે સાક્ષી છે. (ર) પરંતુ કુમળી વયની વ્યકિત (નાનું બાળક) કે અતિવૃધ્ધવસ્થાવાળી જે પ્રશ્નો સાંભળવા સમજવા અને જવાબ ન આપી શકે કે કોઇ વ્યકિત માનસિક કે શારીરિક રીતે ત્રસ્ત હોય અથવા જે કોઇ વ્યકિત તેના જેવા કોઇ કારણે (જેવી કે બેભાન અવસ્થા પીધેલ હાલતથી અધૅભાન અવસ્થા એકદમ સદમો પહોંચેલ વ્યકિત જે પ્રશ્નોને યોગ્ય રીતે સમજી ન શકે અને યોગ્ય જવાબ ન આપી શકે તેવી વ્યકિતઓ સાક્ષી તરીકે યો ય નથી. પાગલ વ્યકિત પણ તેનો સારો સમયગાળો આવે છે તે દરમ્યાન તે સવાલ સમજીને યોગ્ય જવાબ આપતો હોઇ તે એક સક્ષમ સાક્ષી બને છે.
Copyright©2023 - HelpLaw