મૂંગા સાક્ષીઓ - કલમ:૧૧૯

મૂંગા સાક્ષીઓ

કલમ ૧૧૯ કોઇ સાક્ષી કે જે બોલવાને શકિતમાન નથી તે પોતાનો પુરાવો એવી અન્ય રીતે આપી શકે છે કે જે તેના કહેવાને સમજણ પડે તેવું બનાવી શકે જેમ કે લખીને અથવા નિશાનીઓથી પરંતુ આવું લખાણ અથવા નિશાનીઓ તેણે ખુલ્લી અદાલતમાં કરવાં પડશે અને આમ અપાયેલો પુરાવો મૌખિક પુરાવો ગણાશે પરંતુ એમ જોગવાઇ કરી છે કે જો એ સાક્ષી મૌખિક રીતે કહેવાને માટે અશકિતમાન હોય ત્યારે અદાલત આવું નિવેદન રેકોડૅ પર લેવા માટે વિશેષ પ્રકારના (એજયુકેટર)ની મદદ લેશે અથવા (ઇન્ટરપ્રીટર) દુભાષિયાની મદદ લેશે ને આવું નિવેદન વિડીયોગ્રાફીથી લેવાશે. સિધ્ધાંત:- ફકત તે બોલી શકતો નથી પરંતુ તેમા જો બૌધ્ધિક જ્ઞાન હોય તો આવા સાક્ષીને નકારી શકાય નહી. ઘટકો:- (૧) સાક્ષી બોલી શકતો હોવો ન જોઇએ (૨) પરંતુ સાક્ષી તેનો પુરાવો (અ) લખાણ દ્રારા કે (બી) ઇશારા દ્રારા સમજાવી શકે તેવો હોવો જોઇએ. (૩) આ લખાણ કે ઇશારા સાક્ષીએ ખૂલ્લા ન્યાયાલયમાં કરવા જોઇશે. (૪) આવો પુરાવો તે મૌખિક પુરાવો ગણાશે.