દીવાની દાવાના પક્ષકારો અને તેમની પત્નીઓ અથવા પતિઓ જેની ઉપર ફોજદારી કાયૅવાહી ચાલતી હોય તે વ્યકિતનો પતિ અથવા પત્ની - કલમ:૧૨૦

દીવાની દાવાના પક્ષકારો અને તેમની પત્નીઓ અથવા પતિઓ જેની ઉપર ફોજદારી કાયૅવાહી ચાલતી હોય તે વ્યકિતનો પતિ અથવા પત્ની

તમામ દીવાની કાર્યવાહીમાં દાવાના પક્ષકારો કોઇ પક્ષકારના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષીઓ ગણાશે કોઇ વ્યકિત વિરૂધ્ધની ફોજદનરી કાર્યવાહીઓમાં અનુક્રમે તેના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતો સાક્ષી ગણાશે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમમાં દિવાની દાવામાં અને ફોજદારી કાયૅરીતિમાં સક્ષમ સાક્ષીઓ કોણ હોઇ શકે તે બાબત ચચી છે. બંને જાતની કાયૅરીતિમાં (દિવાની અને ફોજદારી) માં પતિઓ અને પત્નીઓ સક્ષમ સાક્ષીઓ કયારે બને છે તે બતાવ્યું છે. આ કલમ પ્રમાણે (૧) દાવાના પક્ષકારો સક્ષમ સાક્ષીઓ છે. (૨) દાવાના પક્ષકારની પતિ અથવા પત્ની સક્ષમ સાક્ષી છે. (૩) ફોજદારી કાર્યવાહીમાં જે વ્યકિત સામે આ કાર્યવાહી ચાલતી હોય તેના પત્નિ કે પતિ સક્ષમ સાક્ષીઓ છે. ટિપ્પણી:- આ કલમમાં દિવાની કાયૅરીતિમાં પક્ષકારો ઉપરાંત તેમના પતિ અથવા પત્ની તેમજ ફોજદારી કાયૅવાહીમાં જે વ્યકિતની સામે આ કાયૅવાહી ચાલતી હોય તેમના પતિ કે પત્ની સક્ષમ સાક્ષીઓ બને છે.