ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો - કલમ:૧૨૧

ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો

પોતે જેના તાબામાં હોય એવી અદાલતના ખાસ હુકમ સિવાય કોઇ ન્યાયાધીશને કે મેજિસ્ટ્રેટને એવા ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ તરીકે અદાલનમાં તેના પોતાના વર્તન વિષે અથવા અદાલતમાં તેની જાણમાં આવેલી કોઇ બાબત વિષે પ્રશ્નનો જવાબ આપવાની ફરજ પાડી શકાશે નહિ. પણ એ રીતે કાર્ય કરતા હોય ત્યારે તેમની હાજરીમાં બનેલી અન્ય બાબતો વિષે તેને તપાસી શકાશે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- કલમ ૧૨૧ થી ૧૩૨ વિશેષાધિકાર બાબતેની છે જયાં સાક્ષીઓને તકરારી બાબત અંગે બધું જ સત્ય કહેવાનું થતુ નથી કે બધા જ દસ્તાવેજો રજૂ કરવાના હોતા નથી. આ કલમમાં જે વિશેષાધિકાર અપાયાની ચચૅ છે તે જજીસ અને મેજીસ્ટ્રેટ બાબતની છે કલમમાં જણાવ્યા પ્રમાણે તેઓ ચોકકસ સમયે સાક્ષી બની જવાબ આપવા બંધાયેલા નથી. ઘટકો:- (૧) જયારે ન્યાયાધીશે મેજીસ્ટ્રેટ પોતાની ફરજ બજાવી રહ્યા હોય ત્યારે (અ) તેમના વર્તન વિષે (બી) તેમની આવેલી જાણ બાબતે સાક્ષી તરીકે સાક્ષી આપવા તેમને ફરજ પાડી શકશે નહિ. સિવાય કે તેમની ઉપલી કોર્ટેનો હુકમ હોય (૨) જયારે તેમની ફરજ દરમ્યાન અન્ય કોઇ ઘટના તેમની હાજરીમાં બને તો તે બાબતેની ન્યાયાધિશ સાક્ષી આપી શકશે.

ટિપ્પણીઃ- કલમ ૧૨૧ અને આવાં ગ્રુપની બીજી કલમો કેટલી બાબતોના પુરાવા બાબતે વીશેષાધીકાર અને અક્ષમતા બાબતેની ચર્ચા કરે છે. વિશેષાધિકાર જતો કરી Th શકાય છે. પરંતુ અક્ષમતા જતી કરાઇ શકતી નથી. કાયદાની પ્રણાલી પ્રમાણે દરેક માણસનો પુરાવો તે જાહેર જનતાનો હકક છે આનાથી વિરૂધ્ધનો કૌઇ નિયમ યોગ્ય થનારો નથી અને વ્યથૅ ગણાશે જે તકરારી બાબત છે તેની તપાસ માટે અને આવી તકરારના નિકાલ માટે જે તે યોગ્ય વ્યકિત પાસેથી સંબંધિત પુરાવો લેવો તે સમાજના હિતમાં છે