
લગ્નજીવન દરમ્યાન જણાવેલી બાબતો
પરિણીત કે પરિણીત રહી ચૂકેલી વ્યકિતને જેની સાથે પોતે પરિણીત હોય અથવા પરિણીત રહી ચૂકેલી હોય તે વ્યક્તિને લગ્ન જીવન દરમ્યાન જણાવેલી બાબનો પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહિ. તેમજ તેને પરિણીત વ્યકિતઓ વચ્ચેના દાવામાં અથવા એક પરિણીત વ્યકિત ઉપર તેણે બીજી વિરૂધ્ધ કરેલા ગુના માટે કામ ચાલતુ હોય એવી કાયૅવાહીમાં પ્રગટ કરવાની હોય તે સિવાય એવી બાબત પ્રગટ કરવા દેવાશે નહિ સિવાય કે જેણે તે બાબત જણાવી હોય તે વ્યકિત અથવા તેના હિત પ્રતિનિધિએ તેમ કરવા સંમતિ આપી હોય. મધ અને ઘટકો આ ક્લમનો મુખ્ય ઉદ્દેશ દાંપત્ય જીવનની એકરૂપતા ટકાવી રાખવા માટે લગ્ન બાબતેની કોઇ પણ હકીકતને રક્ષણ આપવાનો છે. સમાજની શાંતિ દંપતિની શાંતિ ઉપર અને દંપતિની શાંતિ પરિણિત અને પરિણીત રહ ચૂલ વ્યકિતઓના લગ્નજીવન દરમ્યાન બનેલી બાબતો (કોમ્યુનિકેશન) ઉપર અવલંબે છે. પરસ્પરનો વિશ્વાસ તે લગ્નજીવનનો મહામૂલો દિલાસો છે. ચુસ્ત અને ગુપ્ત પ્રકારની લગ્નજીવન દરમ્યાનની બાબતો માટેનો પુરાવો ન આપવા પૂરતું જ રક્ષણ આપવાની આ કલમમાં જોગવાઇ નથી પરંતુ પતિ પત્ની વચ્ચેની લગ્ન દરમ્યાનની બધી જ બાબતોને રક્ષણ આપવા માટે છે જયાં ત્રાહિત વ્યકિતનું ફકત હિત સમાયેલુ હોય તેમજ બીજા કેસો જયાં પતિ પત્ની રેકડૅ ઉપર પક્ષકાર હોય તેવા કેસોને પણ આ લાગુ પડે છે. પરંતુ આ કલમ લગ્ન દરમ્યાનની બાબતો પૂરતી જ મમ્યાદિત છે. ઘટકો (૧) કોઇપણ પરિણીત વ્યકિતને તેના લગ્ન દરમ્યાનની બાબતો જણાવવા અંગે ફરજ પાડી શકાશે નહીં. (૨) આવી લગ્ન દરમ્યાનની બાબતો જાહેર કરવાની કોઇ મંજૂરી આપી શકાશે નહિ સિવાય કે (એ) તે બાબત જણાવનાર વ્યકિત કે તેના પ્રતિનીધિઓની આ જાહેર કરવા માટેની સંમતિ મેળવી હોય
Copyright©2023 - HelpLaw