રાજયના કામકાજ વિશે પુરાવા - કલમ:૧૨૩

રાજયના કામકાજ વિશે પુરાવા

લાગતાવળગતા ખાતાના વડા અધિકારીની પરવાનગી સિવાય કોઇપણ વ્યકિતને રાજયના કામકાજ સંબંધી અપ્રકાશિત સરકારી રેકોડૅમાંથી મળેલો પુરાવો આપવની પરવાનગી આપી શકાશે નહિ પણ તે વડા અધિકારી પોતાને યોગ્ય લાગે તેમ એવી પરવાનગી આપી શકશે અથવા રોકી રાખી શકશે. ઉદ્દેશ્ય અને ઘટકોઃ- રાજયના કામકાજ સંબંધે અપ્રકાશિત સરકારી રેકડૅમાં પુરાવો વ્યુત્પન્ન કરી તે દસ્તાવેજ કોટૅમાં રજૂ કરવા સાથે વિશેષાધિકાર આપવવામાં આવેલો છે. હેડ ઓફ ધી ડીપાટૅમેન્ટ આ પુરાવો રજૂ કરવાની પરવાનગી આપતા પહેલા આ ડોકકાર્મેન્ટ રજૂ કરવાથી જાહેર હિતસંબંધ જોખમાય છે કે કેમ ? તે નકકી કરવાનું થાય છે અને નુકશાન થતું હોય તો આ દસ્તાવેજ વિશેષાધિકાર વાળો હોઇ કોર્ટમાં રજૂ કરવામાં આવતો નથી. ઘટકો:- (૧) અપ્રકાશિત સરકારી રેકડૅમાંથી વ્યુત્પત કોઇ પુરાવો હોવો જોઇએ. (૨) આ પુરાવો સરકારી કામકાજને લગતો હોવો જોઇએ. (૩) આ પુરાવો રજુ કરવા કે ન રજૂ કરવાની પરવાનગી આપવી તે હેડ ઓફ ધી કીપાર્ટમેન્ટના અધિકારમાં છે. ટિપ્પણી:- આ કલમ સાવૅજનિક કાયદા બાબતેની છે અને સાવૅજનિક કાયદા બાબતે કઇ જાતની કાયૅરીતિ અપનાવાની થાય છે તેની સમજ આ કલમ દ્રારા મળે છે સામાન્ય શહેરી જનો સરકાર ઉપર અને અન્ય જાહેર સંસ્થાઓ ઉપર દાવા દુવી કરતા હોય છે તેવી જ કાયૅરીતિ સરકારના કેસોમાં કોટૅ દ્રારા ઉપયોગ કરાતી નથી. સંગીન કાયદાઓ ઉપર ખાસ કાયૅરીતિનો ફાયદો અને ખાસ રક્ષણ સ્ટેટ ને મળતું હોય છે જે હવે આગળ ઉપર આપણે વીચારીશું અગાઉની કલમોમાં ચોકકસ વ્યકિતઓને ખાસ વીશેષાધિકાર આપવાનો થાય છે તેવી જ રીતે સ્ટેટને પણ અમુક ખાસ દસ્તાવેજો જાહેર પોલિસીના ઓઠા હેઠળ રજૂ કરવામાંથી કે પ્રગટ કરવા સામે ખાસ કે જાહેર પ્રજાને નુકશાનકારક છે તેવું જણાવી વિશેષાધિકા♦ ♦ મળે છે આ બાબત કલમ ૧૨૩માં આવરી લેવાઇ છે. જેમાં એવું જણાવ્યુ છે કે જે છપાયા ન હોય તેવાં દસ્તાવેજોમાંથી વ્યુત્પત કરાયેલા પુરાવા ડીપાટૅમેન્ટના હેડ દ્રારા મંજૂરી આપ્યા પછી જ કોટૅમાં રજૂ કરી શકાશે એ જરૂરી નથી કે કોટૅ સમક્ષ સરકારે પક્ષકાર હોવું જરૂરી છે. અહી જે સ્ટેટ પ્રીવીલેજ છે તે માત્ર એક શબ્દ સમૂહ જ છે જેના સરળતા ખાતર ઉપયોગમાં લેવાયો છે પરંતુ જયારે આ ખાસ વિશેષાધીકાર સ્ટેટ જી કરે ત્યારે આ સમુહની સચ્ચાઇ ઊભરી આવે છે.