
સરકારી બાબતો
કોઇ સરકારી અધિકારી જયારે (હોદાની રૂએ ખાનગીમાં તેણે જણાવેલી બાબત) જાહેર કરવાથી જાહેર હિતોને નુકશાન થશે એમ પોતે માનતો હોય ત્યારે તે જાહેર કરવાની તેને ફરજ પાડી શકાશે નહિ. ઉદ્દેશ્ય:- આ કલમ સરકારી દસ્તાવેજોની અન્યને જાણકારી રોકવા માટે ગઠન કરવું છે સરકારી દસ્તાવેજોની જાણકારી કે માહિતી તથા સરકારના કબજામાં હોય તેવા દસ્તાવેજો લોકોમાં ફેલાતો અટકાવાય તે આ કલમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કોઇપણ સરકારી અધીકારી ઉપર વિશ્ર્વાસ મુકીને કોઇ બાબત અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હોય તો વિર્વાસભંગ કરી આ ખાનગી બાબત જાહેર કરી શકાય નહી. આ બાબત નાનામાં નાના કલાકૅથી માંડીને ઉચ્ચ અધીકારીઓ અને ખાનગી વ્યકિતઓ કે જેને આ માહિતી આપવામાં આવી છે તેઓ સીધી કે ગર્ભિત રીતે અન્ય સમક્ષ તે પ્રગટ કરશે નહિ. જાહેર હિત સંબંધ તે ખાનગી હિત સંબંધથી અહીં સર્વાપરી માનવામાં આવ્યુ છે. રાજયના કલ્યાણ હેતુ એવુ સંપુર્ણપણે જરૂરી બને છે કે આ પ્રકારની પરીસ્થિતિમાં જે પાટીઓએ અંદરખાને માહિતી આપી હોય તેમના નામો જાહેર કરી શકાય નહિ. કારણ કે નહિતર ડર શરમ કે અણગમતી જાહેર પ્રકારની સંમિશ્રણવાળી બાબતોમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિને કારણે થોડીક જ વ્યકિતઓ ગુના થયા અંગેની માહિતીનું આદાન પ્રદાન કરશે અને ઘણા મોટા ગુનાઓ સજા વગરના જ રહી જશે. ઘટકોઃ- (૧) સરકારી અધિકારીને અન્ય વ્યકિતએ સરકાર અધિકારીના હોદ્દાની રૂએ કોઇ ખાનગી વાત કરેલી હોવી જોઇએ. (૨) આ સરકારી અધિકારી માને કે આ બાબત પ્રગટ કરવાથી જાહેર હિત સંબંધને નુકશાન થશે. (૩) તો આ સરકારી અધીકારી આ બાબત પ્રગટ કરશે નહી. (બાબત માટે વિશેષાધિકાર મળે છે.)
Copyright©2023 - HelpLaw