ગુના થવા વિશે માહિતી
કોઇ ગુનો થવાની માહિતી પોતે કયાંથી મેળવી તે કહેવાની કોઇ મેજિસ્ટ્રેટને કે પોલીસ અધિકારીને ફરજ પાડી શકાશે નહિ. અને કોઇ મહેસૂલી અધિકારીને રાજયની મહેસૂલી આવક વિરૂધ્ધનો કોઇ ગુનો થયાની માહિતી પોતે કયાંથી મેળવી તે કહેવાની ફરજ પાડી શકશે નહિ. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં મહેસુલી અધિકારી એટલે રાજયની મહેસૂલી આવકની કોઇપણ શાખામાં કે તેના કામકાજ સંબંધમાં નોકરી કરતા અધિકારી ઉદ્દેશ્ય અને ઘટકોઃ- આ કલમનો મુખ્ય સિધ્ધાંત એ છે કે એ સંપુણૅપણે સાચુ છે કે આરોપી સામે આવેલા પુરાવાઓની ચર્ચા કરવાની પૂરતી તક મળવી જોઇએ પરંતુ બીજી બાજુ રાજય માટેનો કલ્યાણકારી હેતુ પણ ધ્યાનમાં રાખવો જરુરી છે એટલે જે વ્યકિતઓએ ગુનાઓની માહિતી આપી હોય તેમના નામ જાહેર કરવાં જોઇએ નહિ નહીતર બીક શર્મ અણગમતી જાહેર બાબતોના સંમિશ્રણમાંથી ઉદ્ભવતી તપાસને કારણે માત્ર થોડાક માણસો ગુનાઓ અંગે માહિતી આદાનપ્રદાન કરશે અને ઘણા ગુનાઓ સજા કયૅા વગરના રહી જશે.
Copyright©2023 - HelpLaw