કલમ ૧૨૬ દુભાષીયા વગેરેને લાગુ પડે છે - કલમ:૧૨૭

કલમ ૧૨૬ દુભાષીયા વગેરેને લાગુ પડે છે

કલમ ૧૨૬ની જોગવાઇઓ દુભાષિયા ઓને અને બેરિસ્ટરો પ્લીડરો એટનીઓ અને વકીલોના કારકુનો અથવા નોકરોને લાગુ પડશે. ટિપ્પણીઃ- કલમ ૧૨૬ ની જોગવાઇઓ દુભાષિયાઓને તેમ જે અસીલ સાથેના તેમના વ્યવસાય દરમ્યાનના બેરીસ્ટરો પ્લીડરો એટોનીઓ અને વકીલોના કારકૂનો અને તેમના નોકરોને પણ લાગુ પડે છે. જે આપલે (કોમ્યુનિકેશન) આ કાયદાકીય સલાહકારોને કરી હોય અને જે અસર થાય તેથી જ અસર આ આપલે (કોમ્યુનિકેશન) દ્રારા તેમના કારકૂનો અને નોકરોને પણ લાગુ પડશે. મતલબ કે અસીલે જણાવેલી વિગતો કે દસ્તાવેજો તે કોટૅ સમક્ષ કે કોઇ ત્રાહિત વ્યકિતને જણાવી શકશે નહિ.